________________
૪૮
સમાધિ-સાધના
જ્ઞાનીનાં વાકયના શ્રવણથી ઉલ્લાસિત થતે એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે.
દર્શનમેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્યન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યપણે ઉસન્ન થાય છે.
તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમેહ વ્યતીત કરવા ગ્ય છે.
ચારિત્રમેહ, ચૈતન્યના-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણુથી પ્રલય થાય છે.
અસંગતાથી પરમાવગાઢ અનુભવ થયા ગ્ય છે.
હે આર્ય મુનિવરેએ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થી અસંગ વેગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે ! અસંગતાને અભ્યાસ કરે.
જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. જી શાંતિઃ
ર. આભરમણતા-ભાવના मा चिट्टह मा जंपह मा चितह किं वि जेण होई थिरो । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ।
–શ્રી દ્રવ્યસંગ્રહ હે વિવેકી જ ! કાયાની કાંઈ પણ ચેષ્ટા ન કરે, વચનનો કંઈ પણ ઉચ્ચાર ન કરે, મનથી કાંઈ પણ ચિંતવન ન કરે, જેથી ત્રણે પેગ સ્થિર થાય. આત્મા આત્મસ્વરૂપને