________________
સમાધિ-સાધના
ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પાતે ગુસ રહેવાનું શી રીતે મનવા યોગ્ય છે? પણ સ્વમદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પેાતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વમરૂપયોગે આ જીવ પેાતાને, પોતાનાં નહી એવાં ખીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાઢિગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષાદિ સાધન કહ્યાં છે અને તે સાધન પણ જીવ જો પેાતાના પુરુષાર્થને તેમાં ગેાપવ્યા સિવાય પ્રવર્તાવે તા જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલા જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી.
(૯૦૧)
૨૧. અસંગતાના અભ્યાસ કરા
૪૭
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાન્તિ વડે વિશ્રાતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખના એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ ીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણુ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શાલે છે, જયવંત છે.