________________
સમાધિ-સાધના
अतिपरिचितेष्ववज्ञा नवे भवेत्प्रीतिरिति हि जनवादः । चिरतरशरीरनाशे नवतरलाभे च किं भीरुः ॥१७॥
લેકમાં એ પ્રસિદ્ધ કથન છે કે જેને અતિશય પરિ. ચય થાય તેમાં કાળે કરી અભાવ, અનાદર, અપ્રીતિ ઉયજ્ઞ થાય, અને નવીન વસ્તુના સંગમાં પ્રીતિ ઊપજે, તે હે આત્મન ! આ શરીરને લાંબા કાળ સુધી તને પરિચય થયે છે, છતાં હવે તેમાં તને અપ્રીતિ, અનાદર, અરુચિ કેમ થતી નથી? અને નવીન પર્યાયના લાભમાં ભય કેમ કરે છે? તેમાં ભય કર્તવ્ય નથી જ.
ઘણાં વર્ષોના પરિચયવાળું આ શરીર હવે જીર્ણ થઈ દુઃખ આપી રહ્યું છે, તેમ જ વહેલું બેડું તે તજી દેવાનું જ છે. તે તને તે તજતાં ફિકર શી છે? તેથી અધિક ઉત્તમ ઉજજ્વળ દિવ્ય દેહ પ્રાપ્ત કરવાને અવસર આવ્યો છે. તે સહેજે વિણસી જનાર આ કાયા ઉપરની માયા તજી દઈ નિર્મમત્વ ભાવે, અસંગભાવે, સમાધિમરણ સાધી લેવામાં પ્રમાદ કર્તવ્ય નથી. स्वर्गादेत्य पवित्रनिर्मलकुले संस्मर्यमाना जनदत्वा भक्तिविधायिनां बहुविधं वाञ्छानुरूपं धनम् । भुक्त्वा भोगमहनिशं परकृतं स्थित्वा क्षणं मण्डले पात्रावेशविसर्जनमिव मृति सन्तो लभन्ते स्वतः ॥१८॥
આમ સમાધિ ભાવનારૂપ અમૃતનું પાન કરી જે ઉજજવળ આત્મા ભય રહિત બની, વેદનીને સમતા ભાવે વેદવામાં શૂરવીર થઈ, ઉત્સાહપૂર્વક ચાર આરાધનાને આરાઘી, સમાધિમરણને સાધે છે તે ભાગ્યવંત સ્વર્ગલેક સિવાય અન્ય