________________
સમાધિ-સાધના ગતિમાં જતા નથી. સ્વર્ગમાં પણ તે મહર્તિક દેવ થાય છે એ નિશ્ચયે નિયમ છે. સ્વર્ગમાં મહાન સુખ સંપત્તિને જોગવી પાછા મનુષ્ય લેકમાં પવિત્ર નિર્મળ કુળમાં અનેક લેકેના ચિત્તને આનંદરૂપ જન્મ ધારણ કરી પોતાના સ્વજન મિત્ર સેવક આદિ પરિવારને નાના પ્રકારના વાંછાનુસાર ધન ભેગાદિરૂપ ફળ આપીને, પુણ્ય વડે ઉપાર્જન કરેલા ભેગેને અહર્નિશ ભેગવીને આયુષ્યપ્રમાણે અલ્પકાળ ભૂમંડળમાં સંયમાદિ સહિત વીતરાગ ભાવે વિચરીને, જેમ નૃત્યશાળામાં નૃત્ય કરવાવાળો પુરુષ લેકેમાં આનંદ ઉપજાવીને જતું રહે તેમ તે સત્પરુષે સમસ્ત લેકમાં આનંદ ઉપજાવી સ્વયમેવ દેહને ત્યાગ કરી, શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંતિ સુખધામ એવા અસંગ શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ સિદ્ધિસુખે વિરાજમાન થાય છે, અર્થાત્ અનંત અવ્યાબાધ શાશ્વત મેક્ષ સુખમય નિજ સહજાન્મસ્વરૂપમાં સદાને માટે નિવાસ પામી પરમ કૃતાર્થ થાય છે..
શ્વરમ સુખસ્વરૂપ પરમત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસ્કાર.”
-શ્રીમદ્ રાજચંદ્ર