________________
સમાધિ-સાધના
તેથી હે આર્ય ! મરણને સમય નજીક જાણું આર્ત રૌદ્ર ધ્યાન કે જે કુમરણ અને દુર્ગતિનાં કારણ છે તેને તજી દઈને ધર્મધ્યાન સહિત, ધૈર્ય ધારણ કરી, શાંતભાવે દેહત્યાગ કરી સમાધિમરણને સાધવાના આ અમૂલ્ય અવસરને હારી ન જાઓ. સાવધાન થઈ સદ્ગતિ અને પરમ શ્રેયને સાથી લેવા તત્પર થાઓ.
तप्तस्य तपसश्चापि पालितस्य व्रतस्य च । पठितस्य श्रुतस्यापि फलं मृत्युः समाधिना ॥१६।।
તપના સંતાપ સહન કરવાનું, વ્રતનું પાલન કરવાનું અને શ્રુતનું પઠન કરવાનું ફળ તે સમાધિ એટલે પિતાના આત્માની સાવધાની પૂર્વક દેહત્યાગ કરે તે છે.
હે આત્મન્ , દીર્ધકાળ સુધી ઈન્દ્રિય સુખની વાંછા તજી, અનશનાદિ તપ, દેહની મમતા તજી સમાધિમરણને માટે કર્યો છે, પંચ મહાવ્રત ધારણ કર્યા છે, અને અનેક કષ્ટો વેઠીને તેનું પાલન કર્યું છે, તે પણ દેહાદિક પરિગ્રહમાંથી મમત્વને ત્યાગ કરી, શત્રુ મિત્રાદિમાં રાગદ્વેષ છોડી, ઉપસર્ગમાં ઘીરપણું ઘારણ કરી, પોતાના એક જ્ઞાયક સ્વભાવનું જ અવલંબન લઈ સમાધિમરણ થાય તે અર્થે જ કરેલ છે. તેમજ શાસ્ત્રાભ્યાસ, સત્સંગ, સધનું સેવન પણ અંતકાળે સમાધિની પ્રાપ્તિ માટે જ કર્યો છે.
હવે જે મરણ સમયે મમતા, ભય, રાગદ્વેષ, કાયરતા અને દીનતા નહીં તજું તે એ સર્વ તપ કરવાનું, વ્રત પાળવાનું અને શાસ્ત્ર અભ્યાસાદિનું નિરર્થકપણું, નિષ્ફળપણું જ થશે, માટે એ સર્વ સાર્થક કરવા, સમાધિમાં, સ્વરૂપની સાવધાનીમાં જ તત્પર થા, જાગૃત થા!