________________
સમાધિ-સાધના
यत्फलं प्राप्यते सद्भिवतायासविडंबनात् । तत्फलं सुखसाध्यं स्यान्मृत्युकाले समाधिना ॥१४॥
દીર્ઘ કાળ પર્યત પંચ મહાવ્રતનું પાલન તથા ઘેર તપશ્ચરણ આદિ અનેક શુભ કિયાઓની વિડંબનાથી જે ફળ સપુરુષ પામે છે તે જ ફળ એક મૃત્યુ સમયે સમાધિશાંતિ રાખવાથી સુખ અને સહેજે પ્રાપ્ત થાય છે.
પંચ મહાવ્રત, ઘોર તપશ્ચરણ આદિથી જે ઈંદ્રાદિક પદ પમાય છે તે જ પદ મૃત્યુ સમયે દેહ, કુટુંબ, ઘન, ધામ આદિ સર્વ પરમાંથી મમતા મૂકી, ભયરહિત થઈ, વીતરાગતાપૂર્વક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તરૂપ ચાર આરાધનામાં તત્પર રહી, કાયરપણું તજી, પિતાના જ્ઞાયક સ્વભાવનું કેવળ અવલંબન લઈ, નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપના ધ્યાનમાં મગ્નતા કરે છે, તે સહેજે પામે છે. એવા સમાધિમરણથી દેવલેકમાં ઉત્તમ મહદ્ધિક દેવ કે ઈન્દ્રાદિક પદ પામી, ત્યાંથી ચ્યવી, મનુષ્ય જન્મ પામી, ચક્રવતી આદિ ઉત્તમ પદે વિરાજિત થઈ, રત્નત્રયની પૂર્ણતા પ્રાપ્ત કરી નિર્વાણ પદને વરે છે.
अनार्तयाः शांतिमान्मयो न तिर्यग् नापि नारकः । धर्मध्यानी पुरो मर्योऽनशनीत्वमरेश्वरः ॥१५॥
જે જીવનાં મરણ સમયે આર્ત એટલે દુઃખરૂપ પરિણામ ન હેય અને શાંતિમાન અર્થાત્ રાગદ્વેષ રહિત સમભાવરૂપ શાંત ચિત્ત હોય તે જીવ તિર્યંચ કે નરક ગતિમાં દેહ ધારણ ન જ કરે. પરંતુ જે જીવ ધર્મધ્યાનપૂર્વક અનશનવ્રત સહિત મરણ કરે તે સ્વર્ગલેકમાં ઈન્દ્ર કે મહદ્ધિક દેવ થાય. પણ કનિક પર્યાય ઘારણ ન કરે એ નિયમ છે.