________________
સમાધિ-સાધના
૨૩ કરવાને અને અનંત શાંતિ અને સમાધિથી ભરપૂર મોક્ષસુખની પ્રાપ્તિ માટે જ થાય છે. - મરણકાળે શરીરમાં વ્યાધિ, પીડા, વેદના જેમ જેમ વધતી જણાય છે તેમ તેમ આ શરીરથી પિતાને ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવળ ભિન્ન છે એ અડેલ નિશ્ચય હોવાથી, આત્મતત્વદશ જ્ઞાની પુરુષે, “આ શરીર અત્યારે દુઃખનું કારણ બની પ્રત્યક્ષ મહાન શત્રુ બની બેઠું છે એમ જાણતાં છતાં તેમાં મારાપણું કે પ્રેમ, પ્રીતિ, મેહ કરું તે મારા જે બીજો મૂર્ખ કેણ હોય ? એમ વિચારી, તેમાંથી મમતાને, મેહને સંપૂર્ણ નાશ કરી, તેવા સંસારી સર્વ અન્ય સંબંધે પણ એવા જ અવરૂપ, દુઃખરૂપ જાણું, સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવામાં જાગૃત બની, અનંત સુખશાંતિમય સહજાન્મસ્વરૂપરૂપ મેક્ષપદને જ સાધવામાં તત્પર બને છે અને પ્રાન્ત પરમ શ્રેયને સાથે છે.
ज्ञानिनोऽमृतसंगाय मृत्युस्तापकरोऽपि सन् । आमकुम्भस्य लोकेऽस्मिन् भवेन्पाकविधिर्यथा ॥१३॥
જે મૃત્યુ અજ્ઞાનીજનેને તાપરૂપ, દુઃખરૂપ થાય છે, તે જ મૃત્યુ જ્ઞાનીઓને અમૃત એટલે મેક્ષની પ્રાપ્તિ કરાવનાર સુખરૂપ થાય છે.
જેમ કા ઘડે અગ્નિમાં પકવ્યા પછી અમૃતને એટલે પાણુને ધારણ કરવા સમર્થ થાય છે તેમ મૃત્યુરૂપ અગ્નિને તાપને જે સમતાથી સહન કરે છે તે અમૃતરૂ૫ મેક્ષપદની પ્રાપ્તિ કરવા સમર્થ બને છે.