________________
૨૨
સમાધિ~સાધના
થયું ન હોય તેા આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહુ પોતાના માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિના ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતા વૈદ્યની વેદ્યતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે, એટલે ખીજાં દર્શનવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.
પુદ્ગલ દ્રવ્યની દરકાર રાખવામાં આવે તે પણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પેાતાનું નથી તે પોતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન ખનવું શા કામનું ?”” —શ્રીમદ્ રાજચંદ્ર पुराधीशो यदा याति सुकृतस्य बुभुत्सया । तदासौ वार्यते केन प्रपञ्चैः पाञ्चभौतिकैः ॥ ११ ॥
પેાતાનાં કરેલાં સત્કર્મીને ભાગવવા જ્યારે આ આત્મા પલાક પ્રત્યે ગમન કરે છે ત્યારે પાંચભૂતના આ શરીરાદિના પ્રપંચ વડે એને કોણ રોકી શકે તેમ છે?
આયુષ્ય પૂર્ણ થયે જીવ પરલેાકમાં જાય ત્યારે તેને શરીરાદિક કોઇ રોકી શકે તેમ નથી. તેથી ઉલ્લાસપૂર્વક આરાધનામાં તત્પર થઈ સમાધિ મરણની સાધનામાં જ જાગૃત રહી આત્મશ્રેય શીઘ્ર કરી લેવા ચાગ્ય છે.
मृत्युकाले सतां दुखं यद्भवेत् व्याधिसंभवम् । देहमोहविनाशाय मन्ये शिवसुखाय च ॥ १२ ॥ સત્પુરુષને મરણ કાળે જે જે રાગ, પીડા, દુ:ખાદિ ઉત્પન્ન થાય છે તે સર્વ શરીર ઉપરના માહુ, મમતા નાશ