________________
સમાધિ-સાધના
ભ્યનું ઠેકાણું એવું સર્વોત્તમ ભાસવાથી, અસત્ વસ્તુને ત્યાગતાં, આનંદમંદિર એવા “આત્મા સતુ ચૈતન્યમય સર્વાભાસ રહિત’ પિતાના સ્વરૂપમાં સ્થિર થવામાં મૃત્યુ કારણરૂપ ગણી, સત્પરુષે મૃત્યુને સમાધિ સુખની પ્રાપ્તિમાં ઉપકારી જાણ હર્ષાયમાન થાય છે.
જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાને નથી; તે રહેવાને પણ નથી. જ્યારે ત્યારે પણ તેને વિગ થવાને છે. એ ભેદવિજ્ઞાનને લઈને હમેશા નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીને કાન બહેરા હોય છે એટલે તે જાણતા નથી. - જ્ઞાની દેહ જવાનું છે એમ સમજી તેને વિગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કેઈની વસ્તુ લીધી હેય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછા સંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી. - દેહ અને આત્માને ભેદ પાડો તે ભેદજ્ઞાન, જ્ઞાનીને તે જાય છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકલશાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સેનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હેઈને પ્રયાગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે.
બીજા ઉદયમાં આવેલાં કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઈએ, ને તે વેદતાં મુશ્કેલીને પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જે ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ