________________
સમાધિ–સાધના
ઉપકારી થાય છે, અને જે વાંછે તે પ્રાપ્ત કરાવે છે. જો જ્ઞાન સહિત પોતાના જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કરીને આરાધના સહિત મરણ કરશેા તેા સ્વર્ગનું મહદ્ધિકપણું, ઇન્દ્રપણું કે અડુમિન્દ્રપણું પ્રાપ્ત કરી, ત્યાંથી ચ્યવી મનુષ્યદેહ પામી ત્યાં પણ સર્વોત્તમ એવું તીર્થંકરપણું, ચક્રવર્તીપણું આદિ પામી સંયમ આરાથી નિર્વાણુ પામશેા. અને જો આ અવસરે સમતા સમાધિ વીતરાગતા, કે આત્મભાવનેચૂક્યા અને પરમાં મમતા, દેહાધ્યાસ રાખી મરણ થયું તેા પછી અધાગતિનાં અનંત પરિભ્રમણમાં આત્માને પરમાત્મપદની પ્રાપ્તિના અવસર ફરી ક્યાંથી પામશે ? માટે અત્યારે ચેતી જઈ પ્રમાદ તજી, સમાધિમરણુ સાધવામાં જાગૃત થઈ જવા ચૈાગ્ય છે. પણુ પ્રમાદથી ગાફેલ રહી દેહભાવથી અનંત આત્મહિત ચૂકવા ચેાગ્ય નથી.
૧૮
जीणं देहादिकं सवं नूतनं जायते यतः । स मृत्यु: कि न मोदाय सतां सातोत्थितिर्यया ॥८॥ જે મૃત્યુના પ્રતાપથી જીર્ણ થઈ ગયેલ દેહાર્દિક સર્વ છૂટી જઈ નવીન દેહાદિક પ્રાપ્ત થાય છે તે મૃત્યુને સત્પુરુષો આનંદનું કારણ કેમ ન માને ? એવું મરણુ સાતાના ઉદ્દયની સમાન જ્ઞાની પુરુષોને તા હર્ષને માટે જ થાય છે. અર્થાત્ જ્ઞાની પુરુષ મૃત્યુને મોટા સાતાના ઉદય માને છે.
सुखं दुखं सदा वेत्ति देहस्थश्च स्वयं व्रजेत् । मृत्युभीतिस्तदा कस्य जायते परमार्थतः ॥ ९ ॥ દેહમાં સ્થિત એવા આત્મા સુખ તથા દુઃખને સદા કાળ જાણે છે, અને પરલાક પ્રત્યે પણ પાતે જ ગમન કરે છે. તા પરમાર્થથી મૃત્યુના ભય કાને હાય ?