________________
સમાધિ-સાધના
“ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા નું કર્મ; નહિ ભોકતા નું તેહને, એ જ ધર્મને મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન, જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંપોતિ સુખધામ; બીજુ કહીએ કેટલું? કર વિચાર તો પામ.”
–શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર सर्वदुःखप्रदं पिण्डं दूरीकृत्यात्मदर्शिभिः ।
मृत्युमित्रप्रसादेन प्राप्यन्ते सुखसंपदः ॥६॥
આત્મદર્શી, આત્મજ્ઞાની મહાપુરુષ આ મૃત્યુ નામના મિત્રના પ્રસાદથી સર્વ દુઃખને દેવાવાળો એ જે આ દેહપિંડ તેને તજી દઈને, દેહભાવને સર્વથા ત્યાગ કરીને, આત્મભાવનાના સતત અભ્યાસથી આત્મમગ્ન થઈ, પરમ વીતરાગતાથી વિભૂષિત થઈ, અનંત અવિનાશી આત્મિક આનંદથી ભરપૂર સુખસંપત્તિનું શાશ્વતધામ એવું નિજ સહજત્મસ્વરૂપરૂ૫ સિદ્ધપદ પામી અનંત અનંત સમાધિ સુખમાં અનંત કાળ માટે વિરાજિત થાય છે.
मृत्युकल्पद्रुमे 'प्राप्ते येनात्मार्थो न साधितः । निमग्नो जन्मजम्बाले स पश्चात् किं करिष्यति ॥७॥
મૃત્યરૂપી ક૯પવૃક્ષને પામીને પણ જે તેથી આત્માર્થ સાથે નહીં, સમાધિની પ્રાપ્તિ કરી લીધી નહીં, અને આત્માને જ્ઞાનદશા પ્રગટાવી સહજાત્મપદે વિરાજિત કર્યો નહીં, તે પછી જીવ સંસારરૂ૫ ઊંડા કાદવમાં ખેંચી જશે ત્યાં ત્યારે અધોગતિઓમાં આત્માના ઉદ્ધાર માટે શું કરી શકશે?
આ મનુષ્ય ભવમાં મરણ સમયે સમાધિમરણ માટે પુરુષાર્થ જાગૃત હોય તે મરણ સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન