________________
સમાધિ-સાધના
અજ્ઞાની બહિરાત્મા દેહમાં સ્થિતિ કરી દેહ તે હું છું, દેહ તે મારે છે,” એમ વિપરીત માન્યતા કરી, હું સુખી, હું દુખી, હું તૃષાતુર, હું ક્ષુધાતુર, હું મરણ પામું છું, મારે નાશ થશે,’ એમ કલ્પનામય માન્યતા કરે છે. દેહથી ભિન્ન આત્માને જાણનાર, માનનાર, અનુભવ કરનાર સમ્યવૃષ્ટિ જ્ઞાની અંતરાત્મા તે સમજે છે કે જે ઊપજે છે તે મરે છે. પંચભૂતને જડ એ આ દેહપિંડ ઊપજે છે તે નાશ પામે છે. જ્ઞાનસ્વરૂપી હું ચૈતન્યમૂર્તિ આત્મા કદી ઉત્પન્ન થતું નથી તેમ કદી નાશ પણ પામનાર નથી. સુધા, તૃષા, પિત્ત, ફાદિક ગજનિત વેદના પુદ્ગલમાં છે, આત્મામાં નથી. મને નથી; હું માત્ર તેને જ્ઞાતા, દ્રષ્ટા, જાણનાર, જેનાર છું. જો કે શરીરમાં હું એકક્ષેત્રાવગાહપણે રહેલ છું, છતાં મારે ઘર્મ અને શરીરના ઘર્મ કેવળ ભિન્ન ભિન્ન છે.
અનંત જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ આદિ મારા સહજ સ્વાભાવિક ધર્મ છે. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દાદિ જડના, શરીરના ધર્મ છે. જ્ઞાયકપણું મારે સ્વભાવ છે. જ્યારે શરીર તે જ્ઞાન રહિત જડ છે. હું અરૂપી છું, શરીર રૂપી છે. હું અખંડ ચૈતન્યમૂર્તિ છું, જ્યારે શરીર અનેક પરમાણુને ભેગે મળેલે એક પિંડ છે. હું અજર અમર અવિનાશી શાશ્વત સત સ્વરૂપી પદાર્થ છું, જ્યારે શરીર વિનાશી છે. તે હવે આ શરીરમાં જે રેગ, સુધા, તૃષાદિ ઊપજે છે તેના જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ મારે જ્ઞાયક સ્વભાવ છે. પણ તે પરમાં મમત્વબુદ્ધિ કરવી એ અજ્ઞાન છે, મેહ છે, મિથ્યાત્વ છે. એક ઘર છેડી બીજા ઘરમાં પ્રવેશ કરવા સમાન આ દેહ છડી