________________
સમાધિ-સાધના
૩૧૯
જીવ જુદો પુદ્ગલ જુદાં, જુદે સૌ વ્યવહાર ત્યજ પુગલ, જીવ ગ્રહણ કર, શીધ્ર લહે ભવપાર. ૭૪ દેહાદિક જે પર ગણે, શૂન્ય જેમ આકાશ; લહે શીઘ પરબ્રહ્મ તે, કેવળ કરે પ્રકાશ. ૭૫
૨૫. અર્પણ હે આ તન મન આત્મ સમર્પણ હે! ગુરુરાજ તમારા ચરણેમાં, મુજ ભાવ ભક્તિ ઉલ્લાસિત હો! સહજાન્મસ્વરૂપનાં સ્મરણમાં; સહજાન્મસ્વરૂપ અહો! મુજ રૂપન જાણ્યું કદી ભવ ભ્રમણમાં, એ રત્નત્રય ઝલત તિ શી ! સર્વોત્તમ સૌ શરણમાં. ૧ જાયું નહિ આત્મસ્વરૂપ મૂળમાં નિજરૂપ સિદ્ધ સુખધામ છતાં, સૌ તન ધન સ્વજને અન્ય છતાં ત્યાં મમતા મેહ અતિ ધરતાં; પરિગ્રહ મમતા પાશ ગળામાં ઘરી બહુ દુઃખ અસહ્ય સહ્યાં, મૂળ ભૂલ સહ જપ તપ સાધન જ્ઞાન કિયા સૌ વ્યર્થ લહ્યાં. ૨ પરમકૃપાળુ જ્ઞાની ગુરુવર ગે મુજ સદ્ભાગ્ય ફળ્યાં, ભેદજ્ઞાનથી ભિન્ન જણાવ્યાં જડ ચેતન એકત્ર ભળ્યાં; પરમાં “હું, મારું, એ ભ્રાંતિ ભૂલ અનાદિની દૂર થવા, ભેદજ્ઞાનની સતત ભાવને એક એ જ શિવસદન જવા. ૩ જડ તે જડ, ચેતન તે ચેતન, મિશ્ર છતાં બે ભિન્ન સદા, નિજ સહજત્મસ્વરૂપનાં દર્શન, જ્ઞાન, સમાધિ મુક્તિપ્રદા; અજર અમર શાશ્વત નિજ આત્મા પકડ અચળ એ ઉરે વસે, દુખ, વ્યાધિ, ઉપસર્ગ મરણમાં પણ તે પકડ કદી ન ખસે. ૪ પરમાં “અહ” અહે! એ બ્રાંતિ ! સ્વમ અનાદિ ટળી જતાં, ગુરુવર વચને નિજપદ જાણ, જોઈ અનુભવી ત્યાં કરતાં;