________________
સમાધિ–સાધના
૩૧૩
વંદું તે શ્રી સિદ્ધગણ, હવે થનાર અનંત; શિવમય નિરુપમ જ્ઞાનમય, પરમ સમાધિ ભજંત. ૬ મુનિએ પરમાત્મા જુએ, પરમ સમાધિ સ્થિત પરમાનંદ સુહેતુ હે પરમેષ્ઠી મુજ ચિત્ત. ૭ સ્વાત્મદર્શને સુખ પરમ, કરતાં ધ્યાન પમાય; તે સુખ ત્રિભુવનમાંય ના, જિન અનંત સિવાય. ૮ મુનિ ધ્યાતાં નિજ આત્મને, જે સુખ લહે અનંત, લહે ન તે સુખ ઇંદ્ર પણ, કેટ-દેવી-વિલસંત. ૯ આત્મદર્શને જિનવરે, જે સુખ લહે અનંત, તે સુખ લહે વિરાગી જીવ, અનુભવતાં શિવશાંત. ૧0 મુનિવર કરે ન ગ્રંથ પર, રાગ દ્વેષરૂપ ભાવ, કારણ ગ્રંથથી ભિન્ન નિજ જાણે આત્મસ્વભાવ. ૧૧ કરે ન મુનિવર શરીર પર, રાગ દ્વેષરૂપ ભાવ; કારણ શરીરથી ભિન્ન નિજ, જાણે આત્મસ્વભાવ. ૧૨ કરે ન વૃત્તિ નિવૃત્તિ પર, રાગદ્વેષ મુનિરાય; જાણ્યા સ્વભાવ બેઉને, બંધ હેતુ દુખદાય. ૧૩ જ્ઞાનીને આત્મા વિના અવર ન સુંદર કાંઈ તે પરમાર્થ સુજાણ તે, રમે ન વિષયે માંહિ. ૧૪ જ્ઞાનમયી આત્મા વિના અન્ય રુચે નહિ ચિત્ત; પરખે મરકત તેહને, કાચ વિષે શું પ્રીત ? ૧૫ અણુમાત્ર પણ રાગ જે મનથી જગ ન જાય; તે પરમાર્થ-પ્રવીણ પણ ત્યાં સુધી મુક્ત ન થાય. ૧૬ જ્ઞાની ને અજ્ઞાની બે મુનિવરમાં બહુ ભેદ, જ્ઞાની તનને પણ તજે, જાણું સ્વપર-પ્રભેદ. ૧૭