________________
૩૧૨
સમાધિ-સાધના
અચિંત્ય સ્વાતમ રિદ્ધિ ઉર ધારીને,
આત્માથી હીન સૌ જાણજે રે. જરા, અદ્ભુત રત્નત્રયી પ્રગટાવી,
સતચિત્ આનંદ માણજો રે. જરા. ૯ અમૂલ્ય અવસર હારી ગયા જે,
ભવદુઃખદરિયે અપાર તે રે; જરા, ઉરમાં વિચારજે, ઊંડા વિચારજે,
ભવ ભવનાં દુઃખ વાર રે. જરા ૧0 બેધિ સમાધિ જે લીધી સાધી,
ધન્ય ધન્ય આ અવતાર તે રે; જરા, રાજ વચન જીવન આધારે,
તરી જ સંસાર તે રે. જરા, ૧૧
૨૪. સમાધિ-સાર જન્મ જરા મરણદિનાં, દુઃખને જ્યાં નહિ પાર; એવા આ ભવસિંધુથી, કરે કેણ ઉદ્ધાર ? ૧ મુમુક્ષુને આ કાળમાં, કૃપાળુ તારણહાર; જ્ઞાની સદ્ગુરુ રાજ વિણ, કેણ અવર આધાર ? ૨ ધન્યભાગ્ય મેક્ષાર્થીનાં, આત્મજ્ઞાન અવતાર, રાજચંદ્ર ગુરુવર મળ્યા, દિવ્ય દૃષ્ટિ દાતાર. ૩ સમાધિસુખમાં રાજતા, યેગી ગુરુરાજ, અનન્ય આશ્રય તુજ રહો, શીઘ લહું શિવરાજ. ૪ હે પરમાત્મપ્રકાશકર ! પ્રણમું ધરી ઉલ્લાસ; રમું પરમાત્મપ્રકાશમાં, હે ઉરતિમિર વિનાશ. પ