________________
૩૧૦
સમાધિ–સાધના
કાયા હું, મારી” ગણું, ભવ ભવ ભમ્યો અપાર; શુદ્ધ બુદ્ધ ચૈતન્ય હું, એ ભાગ્યે ભવ પાર.
સદ્દગુરુ તારણહાર૦ ૫ ત્રણ જગમાં સર્વોપરી સારરૂપ મુજ એક; નિજ સહજત્મસ્વરૂપ એ, ધ્યાવું ઘરી વિવેક.
સદ્ગુરુ તારણહાર૦ ૬. ધ્યાવું, ભાવું, અનુભવું, નિજપદ કરું વિરામ; સદ્દગુરુ રાજ કૃપા થકી, વરું સિદ્ધિ અભિરામ.
સદ્ગુરુ તારણહાર ૭ રાજ વચન જીવન વિષે, એક પરમ આધાર; જીવન્મુક્ત દશા દીએ, બધિ સમાધિ સાર.
સદ્ગુરુ તારણહાર૦ ૮ ર૩ જરા ઉરમાં વિચારો જિંદગીમાં કેટલું કમાયા રે ? જરા સરવાળો માંડજો, સમજુ સજજન ને શાણા રે, જરા સરવાળો માંડજો, આત્મધર્મને જેણે પિછાણ્યો, ભવભ્રમણથી મુકાણા; રે જરાવે
ધર્મને મર્મ જો નવ જાણ્યો તે, સરવાળે મીડાં મુકાણાં; રે જરા મેં મનુષ્ય ભવ પામિયા રે, જરા ઉરમાં વિચારજો; ભવજળ કાંઠે આવિયા રે, જરા ઉરમાં વિચારજો; ઉરમાં વિચારજે, નિજને ઉદ્ધારજે,
નિજ શ્રેય શીઘ્ર ઉરે ધારજો રે. જરા૧ તન ઘન સ્વજનાદિમાં મૂંઝાયા,
અંતે તે એકલવાયા રે, જરા, માયાની જાળમાં જ્યાં ત્યાં ફસાયા,
જીવનમાં સાર શું કમાયા રે. જરા. ૨