________________
સમાધિ-સાધના
૩૦૯
સહજ સ્વરૂપે નિશદિન રમતા, જ્ઞાન વિરાગ અથાગ પ્રભુત્વ ભાવ-અંજલિ આજ અર્પીએ, લહીએ ભવને તાગ. પ્રભુ. ૨૦ ઓગણીસે બાણું વૈશાખે, શુક્લા અષ્ટમી સાંજ; પ્રભુ સ્વરૂપ સમાધિ લહી આશ્રમમાં, ખિન્ન મુમુક્ષુ સમાજ પ્રભુ. ૨૧ નંદનવન સમ અનુપમ આશ્રમ, દીપે આજ સતેજનું પ્રભુત્વ આપ અલિપ્ત રહીને નિજ પર, શ્રેય કર્યું ઘરી “હેજ પ્રભ૦ ૨૨ પ્રશમ રસ ભરી મૂર્તિ પ્રભુની, ભાળી આત્માકાર, પ્રભુ રાગ વધુને જીવ તજી ઝટ, આત્મરમણ ઉર ધાર. પ્રભુ૨૩
૨૨. સદ્દગુરુ તારણહાર જન્મ મરણનાં દુઃખ તણે, કદી ન આવ્યું પાર; આ ભવ મુજ સાર્થક થયા સદ્દગુરુ તારણહાર.
સશુરુ તારણહાર૦ ૧ જે મૃત્યુથી જગ ડરે, તે મુજ મહોત્સવ થાય; .આત્મજ્ઞાની ગુરુ ઉર ધર્યા, સત્સમાધિ સુખદાય.
સદ્ગુરુ તારણહાર૦ ૨ હે ચેતન ! જે તે ચહે, શીધ્ર સિદ્ધિ સુખદાય; દેહભાવ તે ગાળી દે, ભાવ સ્વભાવ સદાય.
સદ્ગુરુ તારણહાર૦ ૩ કાયા હું સ્વપ્નેય નહિ, હું ચિપી રામ, દર્શન જ્ઞાન અનંત હું, અજરામર સુખધામ.
સદ્ગુરુ તારણહાર. ૪ ૧. હેત, ઊમળકો