________________
૩૦૮
સમાધિ-સાધના
અંતર્મુખ ઉપગે રહેતાં, આજ્ઞામાં એકતાર; પ્રભુત્વ વસે મુકામે, ચેપન સાલે, આત્મજ્ઞાન લધું સાર. પ્રભુત્ર ૯ દિન દિન અંતર્મુખ ઉપગે, દશા શાંત મહાર; પ્રભુ ગિરિ ગુફા જંગલ વિચરતા, એકાંતે વસનાર. પ્રભુત્ર 10 ઈડર ગિરિ પર સાતે મુનિઓ, રાજગુરુવર સંગ; પ્રભુ અનુપમ બેધ પ્રસાદી પામી, પામ્યા રંગ અભંગ. પ્રભુ ૧૧ જ્ઞાનદશાને ગુપ્ત રાખીને, વિચર્યા વર્ષ અનેક પ્રભુ સમતા ભાવે પરિષહ સહતા, ધરતા હૃદય વિવેક પ્રભુ ૧૨ ઓગણીસે છોતેરથી વધતે, ઝળક્યો પુણ્ય પ્રકાશનું પ્રભુત્વ ભવ્ય જનને ઉદ્ધરવાને, મંગલમૂર્તિ ખાસ. પ્રભુત્ર ૧૩ તીર્થ અનુપમ ઉદ્દભવ પામ્યું, અદ્ભુત સત્સંગ ધામ; પ્રભુત્વ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ, પાસે અગાસ ગામ. પ્રભુ૧૪ સમ્યગદર્શન જ્ઞાન ચરણરૂપ, શાશ્વત મુક્તિ માર્ગ; પ્રભુ વીર પ્રભુએ પ્રગટ પ્રબોધે, લુપ્ત પ્રાય. દુર્ભાગ્ય ! પ્રભુ ૧૫ એ સન્માર્ગ કૃપાળુ શ્રીમદ્, રાજચંદ્રથી પ્રાપ્ત; પ્રભુ આ મેક્ષાર્થી ભવ્યને, ભાવદયાથી વ્યાપ્ત. પ્રભુત્ર ૧૬ ભાગ્યવંત બહુ તત્વપિપાસુ, પામ્યા શાંતિ અપાર; પ્રભુ તવામૃતનું પાન કરીને, સાધે સિદ્ધિ સાર. પ્રભુ ૧૭ બધિ સમાધિ શાશ્વત સિદ્ધિ, સહેજે આજ સધાય; પ્રભુત્વ એ ઉપકાર અહે! પ્રભુશ્રીને પળ પણ કિમ વિસરાય? પ્રભુત્ર ૧૮ ધન્ય પ્રભુશ્રી કરુણામૂર્તિ, ભાવ પ્રાણ દાતાર, પ્રભુ અજરામર અવિનાશી પદ દઈ, ઘન્ય જીવન કરનાર. પ્રભુત્ર ૧૯