________________
સમાધિ-સાધના
૩૦૭
૨૧. ભાવ-અંજલિ કૌન ઉતારે પાર, પ્રભુબિન, કૌન ઉતારે પાર–એ રાગ શા સ્મરીએ ઉપકાર ! પ્રભુ તુજ, શા સ્મરીએ ઉપકાર ! ભાવદયા ભંડાર! પ્રભુ તુજ, શા સ્મરીએ ઉપકાર ! ગુરુગમ નેત્રોજન પ્રભુ આંજી, જ્ઞાનપડળ હરનાર ! પ્રભુ નિજ પર શ્રેયાર્થે પ્રભુ જીવન, ૧ઉપકૃતિના અવતાર ! પ્રભુત્ર ૧ શાંતમૂર્તિ લઘુરાજ, પ્રભુજી, અદ્ભુત મુદ્રા સાર; પ્રભુત્વ બોધિ સમાધિ શાશ્વત શાંતિ, આત્મદશા દાતાર. પ્રભુત્ર ૨ ઓગણસો દસ વિક્રમ વર્ષે, જન્મ વટામણ ગ્રામ; પ્રભુત્વ ચારૂતરના ભાલ પ્રદેશે, સુખ સંપદ અભિરામ. પ્રભુ ૩ દેહ વિષે ત્યાં વ્યાધિ પ્રસંગે, પામ્યા અતિ વૈરાગ; પ્રભુત્વ ત્રીશ વરસની વય, ખંભાતે, ગ્રહી દીક્ષા વડભાગ. પ્રભુ. ૪ પાંચ વર્ષ ગુરુ આજ્ઞા માંહે, કર્યો ઘણો પુરુષાર્થ, પ્રભુ છતાં ન પામ્યા આત્મદશા કે, લહ્યો નહીં પરમાર્થ. પ્રભુત્ર ૫ શા માટે મેં દીક્ષા લીધી? આત્મજ્ઞાનને કાજ; પ્રભુત્વ આત્મજ્ઞાન જે પ્રગટ્યું નહિ તે, વ્યર્થ મુનિને સાજ. પ્રભુત્ર ૬ આત્મજ્ઞાન વિણ જન્મ ટળે ના, ટળે ન દુઃખ સંસાર; પ્રભુત્વ આત્મજ્ઞાની ગુરુ જે હું પામું, તે તરી જઉં ભવ પાર. પ્રભુત્ર ૭ એવી ઉરમાં જાગી પિપાસા, તસ્વામૃત પાનાર; પ્રભુત્વ જ્ઞાનમૂર્તિ ગુરુ રાજચંદ્ર ત્યાં, મળ્યા સફળ અવતાર. પ્રભુત્ર ૮ ૧ ઉપકારના