________________
સમાધિ-સાધના
૨૯૩
શરીર ના હું, ન એ મારું, હવે એ નિશ્ચયે ઘારે; વ્યથા ચિન્તા ફિકર સર્વે, વૃથા એ અન્યની વારે. ૧૫ શરીરમાં રોગ, દુઃખ, પીડા, શરીરનાં, તે નહિ તારાં, મરણ પણ થાય જે તનનું, બધાં તુજ સ્વરૂપથી ન્યારાં. ૧૬ અહો મરણાંત ઉપસર્ગો, ડગ્યા ના પૂર્વ મહાપુરુષ! સ્વરૂપે અચળ વૃત્તિથી, વર્યા નિજ સિદ્ધિ પુરુષ. ૧૭ સ્મરી પુરુષાર્થ સંતને સહનશીલતા ઉરે ઘરે; ક્ષમા સમતા ધૃતિ શાંતિ, ઘરી વિભાવ સૌ વારે. ૧૮ તજો કાયા તણું માયા, તજે સૌ મેહ ને મમતા શરીર દુઃખ વ્યાધિ આદિના, રહે જ્ઞાતા ધરી સમતા. ૧૯ રહે પરદ્રવ્ય પરભાવે તણા સાક્ષી જ જોનારા; રમે આત્મિક ભાવમાં, વિભાવથી રહે ન્યારા. ૨૦ અશુભ કર્મો કર્યા પૂર્વ, ઉદય આવી ખરી જાતાં, નથી કંઈ હાનિ ત્યાં ભય શો? ખપા માત્ર રહી જ્ઞાતા. ૨૧ મહા મંગલમયી મંત્ર, સ્મરે સહજાત્મપદ નિત્ય શમાવી સૌ વિકલ્પને, પ્રશમરસમાં ઘરે ચિત્ત. ૨૨ અશાતા વેદની સાથે, લડે શૂરવીર થઈ ખત, સકલ શત્રુ હઠાવીને, વિજયમાળા વરે અંતે. ર૩ નથી આત્મા કદી મરતે, અમર સહજાત્મને સ્મરતે; પ્રભુપદ અચલ આશ્રયથી, અમરપદમાં ગતિ કરતે. ૨૪ નથી દુઃખદાયી યમ અંતે, દુઃખદ તે સંગ સૌ જાણે; તજી સી સંગ બાહ્યાંતર, અસંગી ભાવ ઉર આણે. ૨૫