________________
૨૯૨
અબાધિ-સાધના
બને મૃત્યુ મહોત્સવ જે, દુઃખે ભવભવતણું ભાગે; સમાધિ બધિ પામે જે સહજનિજસિદ્ધિ નિજ આગે. ૪ અહે ! ચિન્તામણિ સ્વાત્મા, સકળ જ્ઞાનાદિ ગુણધામ; જરા નહિ, મૃત્યુ નહિ, શાશ્વત, અનંતાનંદ સુખધામ. ૫ અહે! ઐશ્વર્ય આત્માનું અહોમાહાસ્ય સ્વાત્માનું, ભૂલી જડ દેહમાં રાચ્ચા, વિસાચું શ્રેય સ્વાત્માનું. ૬ જગત તે સ્વપ્ન સમ મિથ્યા,તમે સત્ ચિત્ સ્વરૂપાત્મા; છતાં શું ક્ષણિકમાં રાચ્યા! ભૂલી નિજ નિત્ય સહજાભા. ૭ . અનારિ સ્વપ્ન છે ત્યાગી, હવે જાગૃત થઈ જાઓ, જગતની વિસ્મૃતિ કરીને, સ્વરૂપમાં મગ્ન થઈ જાઓ. ૮ હવે શુરવીર થઈ જાઓ, હવે પરમાં ન લેભાઓ; નિજાતમ રિદ્ધિ સંભારી, નિજાત્મામાં ઠરી જાઓ. ૯ સ્વજન ઘન તન બધાં પર એ, નથી નિક્ષે કહ્યું તારું છતાં હું મારું એ સૌમાં, મહા અજ્ઞાન અંધારું. ૧0 ઝલકતી જ્ઞાનની યેતિ કૃપાળુ જ્ઞાનીની ભાળે; હૃદયમાં તેહ પ્રગટાવી, તિમિર ટાળે, તિમિર ટાળો. ૧૧ ગુરુગમ જ્ઞાનીનું અંજન, કૃપાળુ જ્ઞાનીથી પામી; નયન નિજ દિવ્ય ઘો ખેલી, નિહાળે ચિત્ત ચિધામી. ૧૨ સુદર્શન ચક્ર જ્ઞાનીનું, હવે ઝટ તેહને ઘારે; વિભાવે શત્રુ સેનાને, હઠાવે, સર્વ સંહારે. ૧૩ સકળ સંસાર દુઃખેનું, ખરેખર મૂળ કારણ જે, તજે દેહાત્મબુદ્ધિ એ, નિજાત્મિક સૌખ્યવારણ એ. ૧૪