________________
૨૮૮
સમાધિ-સાધના
તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું; રે! આત્મ તારે ! આત્મ તારે! શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમવૃષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. ૫
–શ્રીમદ્ રાજચંદ્ર
૮. અમને અંત સમય ઉપકારી અમને અંત સમય ઉપકારી વહેલા આવજો રે– શ્રીમદ્ સદ્ગુરુનામ તમારું, પ્રાણુ જતાં પણ ન કરુંન્યારું; મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રે–અમને૦ વિકટ સમય સાચવજે વહાલા, કહું કટિ કરી કાલાવાલા, આવી દીનદયાળ દયા દરશાવજો રે–અમને વસમી અંત સમયની વેળા, હારે ધારે વ્હાલા વહેલા પ્રણતપાળનું પહેલાં પણ પરખાવજો રે–અમને૦ મરકટ જેવું મન અમારું, તત્ત્વતઃ તેઓ તાન તમારું અંતરનું અંધારું સઘ. શમાવજે રે અમને૦ દેજે દર્શન જનમનહારી, પરમ કૃપાળુ બિરુદ વિચારી; રત્નત્રય બલિહારી, બાપ બચાવજો રે–અમને૦
૯. જડ ને ચૈતન્ય (૧) જડ ને ચેતન્ય બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે;