________________
સમાધિ-સાધના
વિદ્વજના ! ક્ષમો ક્ષતિ ાંતવ્ય ગણી આ ખાળની, ઉપદેશ સુણીને પામવી જાગૃતિ સ્વરૂપ–સંભાળની; જયેષ્ઠ શુક્લા પૂર્ણિમા દિન પદ્ય પૂરણુ હર્ષમાં, દ્વિસહસ્ર ને તેત્રીસ ચાલુ ગ્રીષ્મ વિક્રમ વર્ષમાં. ૧૧
૨૮૭
૭. અમૂલ્ય તત્ત્વવિચાર ( હરિગીત છંદ )
બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવના મળ્યો, તાયે અરે! ભવચક્રના આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહેા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહા રાચી રહા ?
૧
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તેા કહા ? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહા; વધવાપણું સંસારનું, નરદેહને હારી જવા, એના વિચાર નહીં અહાહા ! એક પળ તમને હવે!!! ૨
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, ધેા ગમે ત્યાંથી ભલે, એ દ્દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝવા, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં.
3
હું કાણુ છું ? ક્યાંથી થયા ? શું સ્વરૂપ છે મારું ખરું ? કાના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે ો કર્યાં, તે સર્વે આત્મિકજ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪