________________
૨૮૬
સમાધિ-સાધના આત્મા ન જાણે મેં છતાં જા કૃપાળુ જ્ઞાનીએ, તે જ આ મુજ આતમા, શ્રદ્ધા અચળ એ આણુએ, તે સ્વરૂપપ્રાપ્તિ કારણે ગુરુરાજ શરણ સ્વીકારીએ, આરાધી આજ્ઞા એક નિષ્ઠાથી સ્વસિદ્ધિ સાધીએ. પ શરણે રહી ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ તણા, પ્રગટાવું હું મુજ શુદ્ધ આત્મા, સિદ્ધસમ, ત્યાં ના મણ છે જન્મ મૃત્યુ વ્યાધિ આદિ, દેહને, મુજને નહીં, તે જાણનારે તેથી ત્યારે, અમર આત્મા હું સહી. ૬ એ શુદ્ધ આત્મદશા મને, પ્રગટે ન પૂરણ જ્યાં સુધી, ગુરૂદેવ શ્રી સહજાત્મ પ્રભુનું, શરણ તજું ના ત્યાં સુધી એશ્વર્ય અનુપમ જ્ઞાનને જે પ્રગટ, પ્રગટો તે મને, બીજું કશું ચાહું નહીં તે માત્ર જે જ્ઞાની કને. ૭ સંપૂર્ણ દર્શન જ્ઞાનસુખ શક્તિ અનંતી સ્વાત્મની, એ એક રુચિ, ઈચ્છા, પ્રતીતિ, ભાવને પરમાત્મની, અભ્યાસ આતમભાવનાને સતત આદરતાં ખરે, પ્રત્યક્ષ અમૃત પામીને પ્રાન્ત અમરપદ તે વરે. ૮ સત્સંગ રંગે અંગ રંગી, ભાવના–વૃદ્ધિ કરે, જ્ઞાની તણું વાણું ખરે, અમૃત જાણે આદરે, તેમાં જ ચિત્ત રમાવતાં, એકાગ્રતા તેમાં ધરે, રાજેશ વચને જીવન રંગી જીવન્મુક્તિ સુખ વરે.” ૯ અમૃતચંદ્ર સૂરિવરે શ્રી સમયસાર સુગ્રંથની, વ્યાખ્યા વિષે કળશા રચી કરી ઉન્નતિ શિવપંથની, તે છેદ સુંદર શોભતા શા દેવભાષાને વિષે ! ગુર્જર ગિરામાં પદ્ય રચના મંદમતિ ઉદ્યમ દીસે. ૧૦