________________
સમાધિ-સાધના
૨૮૫
વિજ્ઞાનઘનના ઓઘમાં અજ્ઞાન મગ્ન થયું હવે, તે બધું પહેલાનું નથી કંઈ, કંઈ નથી જ ખરે હવે. ર૭૭ નિજ શક્તિ વસ્તુતત્વ સૂચવે શબ્દ તેણે તે અહીં, વ્યાખ્યા રચી આ સમયસાર તણી, કૃતિ એ મુજ નહીં; જે ગુપ્ત નિજ સ્વરૂપમાં, કર્તવ્ય પર નહિ રાચતા, અમૃતચંદ્ર સૂરિ સદા સહજાન્મ મગ્ન વિરાજતા. ર૭૮
પ્રશસ્તિ દેહી છતાં ય વિદેહી નિશ્ચલ શાંત શીતળ લહી દશા, આત્મસ્થ યોગીવર્ય અનુપમ સ્વાનુભૂતિ સુખ લસ્યા, તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર અચિંત્ય આત્મદશા વર્યો, શાંતિ સમાધિ મગ્ન અદ્ભુત સ્વરૂપમણે જે ઠર્યા. ૧ વ્યાઘાદિ હિંસક પ્રાણી પણ શાંતિ સમાધિ નીરખતાં, અતિશાંત થઈ પ્રભુ ચરણમાં નમી, શ્રેય અદ્દભુત પામતાં; એ શી અસંગ વિદેહી નિર્મળ આત્મમગ્ન દશા અહે ! અવલંબને આત્માથી, ત્યાગી ભ્રાન્તિ, આત્મદશા લહે. ૨ લઘુરાજજી જાગૃત થઈ, શરણે રહી, સ્વદશા લહી, આત્માથીજન ઉપકારી નિજપર શ્રેય સર્વોપરી ચહી; આ તીર્થ શ્રીમદ્ રાજ આશ્રમ સ્થાપી શ્રેયસ્કર બન્યા, ગુરુવર કૃપાળુદેવ આજ્ઞા માર્ગ જી વિરમ્યા. ૩ - ઉદુષણ અત્યંત કીધી, અંત સુધી જે ફરી ફરી, આત્માથીઓએ તે પકડ નિશ્ચલ કરી ઉરમાં ઘરી; “નિજ માન્યતા મિથ્યા અનાદિની હવે તે ટાળવા, કટિબદ્ધ થઈ જાગૃત થા, હે જીવ! સ્વરૂપ નિહાળવા. ૪