________________
૨૮૨
સમાધિ સાધના
રે ! જ્ઞાન જ્ઞેય અનુસાર ઊપજે વિષ્ણુસે પણ તે છતાં, ચૈતન્યભાવ તા ઉય નિત્યે
અનુભવ પામતા. ૨૬૦
અજ્ઞાની ટૂંકાકીર્ણ નિર્મળ જ્ઞાન વિસ્તૃત ભાળીને, નિજ નિત્ય આત્મા સર્વથા એ આશયે નિહાળીને; અતિ ઊછળતી ચૈતન્ય પરિણતિથી જુદું કંઈ વાંછતા, સ્યાદ્વાદી જ્ઞાની ચિસ્વરૂપની પરિણતિ ક્રમ ઇચ્છતા, અનુભવી તેની અનિત્યતાને જ્ઞાન ઉજ્જવળ માનતા, તે વ્યાસ વ્યક્ત અનિત્યતાથી નિત્ય તે ય પ્રમાણતા. ૨૬૧ અજ્ઞાનમાહિત સર્વને આ અનેકાંત પ્રકાશતા, તે જ્ઞાનમાત્ર સ્વરૂપ આત્મા, સ્વયં અનુભવ ગત થતા. ૨૬૨
સ્યાદ્વાદ ઇમ વસ્તુવ્યવસ્થાથી સ્વયં સ્વ સ્થાપત, શાસન અલંઘ્ય જિનેન્દ્રનું નિશ્ચિત સિદ્ધ બતાવતા. ૨૬૩
ઈમ શક્તિ નિજ અનેકથી ભરપૂર તા પણુ ના તજે, નિજ જ્ઞાનમાત્રમયપણારૂપ ભાવ નિશ્ચે તે ભજે; છે દ્રવ્ય ને પર્યાયમય ચૈતન્ય વસ્તુ જગ વિષે, કૅમરૂપ કે અક્રમે થાતા વિવર્તાથી તે ીસે. ૨૬૪
સ્યાદ્વાદસંગત દૃષ્ટિથી વસ્તુસ્થિતિ ઇમ દેખતા, સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિ એમ સ્પષ્ટ પિછાણુતા; સ્યાદ્વાદની ઇમ શુદ્ધિ પામી, સ્વયં શુદ્ધિ પમાય છે, જિનનીતિને ન ઉલ્લંઘતા સત્પુરુષ જ્ઞાની થાય છે. ૨૬૫
જે કાઈ રીતે માઢુ ટાળી જ્ઞાનમાત્ર સ્વભાવની, અવલંબતા નિષ્કપભૂમિ, સહજ આત્મિક ભાવની;