________________
સમાધિ–સાધના
આલંબન સુધી,
અજ્ઞાની એમ વિનષ્ટ થાયે, જ્ઞાની નિજ ક્ષેત્રે વસે, પર ક્ષેત્રમાં નિજ નાસ્તિતા તે જાણી નિજથી ના ખસે; તે જ્ઞેય ત્યાગે તે છતાં પર વસ્તુમાંથી ખેંચતા, ચૈતન્યના આકાર, તેથી તુચ્છતા નહિ પામતા. ૨૫૫ પૂર્વે આર્લખિત Ìય પદાર્થ નાશ થતાં સહી, અજ્ઞાની જ્ઞાન િવનાશ માને, જ્ઞાન કંઈ વસ્તુ નહીં; અસ્તિત્વ આત્માનું સદા, નિજ કાળથી જ્ઞાની લહે, તા ખાદ્ય વસ્તુ જાય, ઊપજે, તેય પૂર્ણ સ્વયં રહે. ૨૫૬ અસ્તિત્વ જ્ઞાનતણું ગણું, તે જ્ઞેય ઇમ બાહ્ય જ્ઞેયાલંબ ઈચ્છી નમ્ર અજ્ઞાની કુધી, સ્યાદ્વાદી તા પરકાળથી નાસ્તિત્વ આત્માનું ગ્રહે, વૃદ્ધ સહેજ જ્ઞાનપ્રપુજરૂપે નિત્ય વર્તી શિવ લહે. ૨૫૭ પરભાવનું અસ્તિત્વ જાણું, ખાદ્યમાં વિશ્રામત, અજ્ઞાની આત્મસ્વભાવ મહિમામાં અચૈત વિનાશતા; જ્ઞાની સહજ-સ્વરૂપ-અનુભવથી ન નાશ કદી લહે, નિજ નિયત સ્વભાવ-ભવન—જ્ઞાને, ભિન્ન આપ સદા રહે. ૨૫૮ 'સવિ જ્ઞેય વસ્તુ ભવનરૂપ અજ્ઞાની આત્માને ગણે, નિજ શુદ્ધ આત્મસ્વભાવ મૂકી, રમે ત્યાં નિર્ભયપણે; પણ જ્ઞાની આત્મસ્વભાવમાં, અત્યંત આરૂઢ છાજતા, પર ભાવરૂપ નિજ ભવન નહિ, એ દૃષ્ટિથી સ્થિર રાજતા. ૨૫ ઉત્પાદ વ્યય લક્ષિત વહેતા જ્ઞાનભાવામાં રહે, આત્મા અનેકાત્મકપણે છે એમ અજ્ઞાની લહે; ક્ષણભંગસંગે નાશ પામે, જ્ઞાની નાશ લહે નહીં, નિત્યે ઉદ્દિત ચિન્તુઅનુભવ જ્ઞાનશુદ્ધિ ત્યાં સહી;
૨૮૧