________________
સમાધિ સાધના
ત્યાં જ્ઞાન વ્યક્ત છતાં ન ચાહે, જ્ઞાની સ્યાદ્વાદી તહાં, તે જ્ઞાન એક અનેક પર્યાયા સહિત પણ જાણુતા, વિચિત્ર એવું જ્ઞાન તે તે, પણ અવિચિત્રતા લહે, જે સ્વતઃ ક્ષાલિત શુદ્ધ એક અનુભવ જ્ઞાની ગ્રહે. ૨૫૧ પ્રત્યક્ષ સ્પર્શાતાં પ્રગટ સ્થિર અન્ય દ્રવ્ય હયાતીથી, વંચિત, દેખે દ્રવ્ય નિજ ના, શૂન્ય તે સર્વત્રથી, અજ્ઞાની પામે નાશ, જ્ઞાની સ્યાદ્વાઢી જીવતા, અસ્તિપણે નિજ દ્રવ્ય આત્મા નિપુણ રીતે દેખતા; તત્કાળ તેથી શુદ્ધ પ્રગટિત જ્ઞાન જ્યાતિ પ્રકાશથી, પૂર્ણ પોતે અમર રહી ડરતા કદી નહિ નાશથી. ૨૫૨ દુર્વાસના વાસિત અજ્ઞાની સ્વરૂપ નિજને ગણે, રે! દ્રવ્ય સર્વમયી, અને પર દ્રવ્યમાં નિજ દ્રવ્યને; તેથી કરે વિશ્રામ નિત્યે અન્ય દ્રવ્ય વિષે તથા, જ્ઞાની પુરુષ પર દ્રવ્યમાં નાસ્તિત્વ માને ત્યાં સદા; પરદ્રવ્યરૂપે સર્વ વસ્તુમાં ગણે નાસ્તિત્વ જ્યાં, નિજ દ્રવ્યના આશ્રય કરે, અનુભૂતિ મહિમાવંત ત્યાં. ૨૫૩ પરક્ષેત્રસ્થિત જે જ્ઞેય વસ્તુ જ્ઞેય જ્ઞાયકભાવ ત્યાં, નિશ્ચિત વ્યાપારે પ્રવર્તે આત્મને બાહ્ય દેખતાં, ત્યાં નાશ અજ્ઞાની લડે, પણ જ્ઞાની નાશ લહે નહીં, નિજ ક્ષેત્રમાં તે વર્તતા, અસ્તિત્વ નિજ ક્ષેત્રે લહી, આત્મા વિષે આકારરૂપે જે થયાં. જ્ઞેયે દીસે, નિશ્ચિત વ્યાપારે પ્રવર્તે શક્તિ પામી તે વિષે. ૨૫૪
૨૮:૦
નિજ ક્ષેત્રમાં રહેવા તજે, પરક્ષેત્રગત વસ્તુ સદા, પણ જ્ઞેય સાથે આત્મ આકારાય ત્યાગે ત્યાં તદ્દા;