________________
સમાધિ–સાધના
નિજ આત્મતત્ત્વરૂપે થયું, આ જ્ઞાન આ રીતે ખરે,
તે એક સ્વસંવેદ્ય નિશ્ચળ
૨૭૯
અખાષિત અખંડ ૨ ! ૨૪૬ અહીં સ્યાદ્વાદવિશુદ્ધિ અર્થે, વ્યવસ્થા તત્ત્વની ક઼ી; ત્યમ સાઘ્ય સાધક ભાવને પણ વિચારીશું તેા જરી. ૨૪૭ સંપૂર્ણ બાહ્ય પદાર્થથી પી જવાયેલું જ્ઞાન આ, નિજ પ્રગટતાથી શૂન્ય સઘળે પરરૂપે વિશ્રાંત આ; એકાંતવાદી પશુ જનાનું જ્ઞાન એ નાશ પામતું, પણ સ્યાદ્વાદી જ્ઞાની જનનું જ્ઞાન પૂર્ણ પ્રકાશતું; જે તત્ કહ્યું, તે સ્વરૂપથી તત્, માન્યતા નિશ્ચળ ધરે, નિજ જ્ઞાનધનરૂપ સ્વરૂપભારે પ્રગટ ઊછળતું ખરે. ૨૪૮ આ વિશ્વ જ્ઞાન વિચારી અજ્ઞાની ગણે સૌ બ્રહ્મ તે, તે વિશ્વવસ્તુમય અને નિજ તત્ત્વ માને અન્યને; પશુતુલ્ય અજ્ઞાને કરે સ્વચ્છંદ ચેષ્ટા આમ જ્યાં, સ્યાદ્વાદદી જ્ઞાની તેા જે તત્ અને પરરૂપ ના; વસ્તુસ્થિતિ આ જાણી જગથી ભિન્ન જગનિર્મિત ના. નિજ આત્મ તત્ત્વ પિછાણી સ્પશે, અનુભવે તે અવરના. ૨૪૯ અજ્ઞાની બાહ્ય પદ્ઘાથૅ ગ્રહવાના સ્વભાવ અતિશયે, સવૅત્ર પ્રગટિત વિવિધ જ્ઞેયાકારથી ખળ ક્ષય થયે; તૂટી જતા, સર્વત્ર પામે નાશ, જ્ઞાની ત્યાં ખરે, સ્યાદ્વાદ ખળથી નિત્ય પ્રગટિત, એક દ્રવ્યપણું વરે; તે ભેદભ્રમને દૂર કરતા, જ્ઞાન એક નિહાળતા, નિષ્કંધ અનુભવસ્વરૂપ એવા જ્ઞાન અનુભવ ભાળતા. ૨૫૦ અજ્ઞાની જ્ઞેયાકારરૂપ કલંકની અતિ મલિનતા, ચિદ્રૂપમાંથી ધોઈ નાખી ચહે એકાકારતા,