________________
સમાધિ-સાધનાં
સાધકપણું પામી અને તે સિદ્ધ સાધી નિજ દશા, પણ મેહમૂદ ન પામતા તે ભૂમિ, ભમતા ભવ વસ્યા. ૨૬૬ સ્યાદ્વાદમાં જે પ્રવીણ ને નિૠળ સદા સંયમ વિષે, નિશદિન ભાવે સ્વાત્મને, ઉપયુક્ત રહી પાતા વિષે; તે જ્ઞાનનય ને ક્રિયાનય ના મૈત્રીપાત્ર સત્તા ગણા, આશ્રય કરે એ જ્ઞાનમય નિજ ભાવ ભૂમિકા તણા. ૨૬૭ તેને જ ચૈતન્યપુંજના અતિ વિલસતા વિકાસ ત્યાં, તેને જ સુપ્રભાત પ્રગટે જ્ઞાન અતિશય ઝળક જ્યાં; આનંઢમાં તે સ્થિર અસ્ખલિત એકરૂપે સદા, આ અચળ જ્યેાતિ આતમા, તેને જ પ્રગટે સર્વદા. ૨૬૮ સ્યાદ્વાદીપિત તેજ ઝગમગ મુજ વિષે ઝળકે અહીં, નિર્મળ સ્વભાવ સ્વરૂપ મદ્ઘિમા ઉદય પામ્યા મુજ મહીં; આ જ્ઞાન યાતિ પ્રગટ પ્રગટી, મુજ વિષે જે ઝળકતી, શિવ બંધ પાડે પથ એવી શું કરું પર પરિણતિ ?
આ નિત્ય જેના ઉદય વર્તે તે સ્વભાવ સદા રહેા, નિજ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય સ્ફુરાયમાન સદાય હા. ૨૬૯ બહુ શક્તિના સમુદાય તેમય આતમા હું જે રહ્યો, નય દૃષ્ટિથી તત્કાલ વિષ્ણુસે ખંડ ખંડરૂપે ગ્રહ્યો; એ ખંડ દૂર કર્યાં વિનાય અત્યંત શાંત અખંડ હું, ચૈતન્યમાત્ર અચળ જ્યાતિ એક નિત્ય સ્વરૂપ હું. ૨૭૦ જે જ્ઞાનમાત્ર હું ભાવ છું, તે જ્ઞેય જ્ઞાન જ માત્ર ના, પણ જ્ઞેય આકારે થતા, કુલ્લાલ જ્ઞાનતણા બધા; તેથી હું જ્ઞાતા જ્ઞાન જ્ઞેય સ્વરૂપ વસ્તુમાત્ર છું, ઉત્તમ બધાં દ્રવ્યો વિષે, નિજ પર પ્રકાશક સ્વરૂપ હું. ર૭૧
૨૮૩