________________
સમાધિ-સાધના
૨૭૭ અજ્ઞાન ભાવે પૂર્વમાં કર્મો કર્યા વિષવૃક્ષ તે, ફળ તેહનાં નવિ ભગવે નિજ આત્મથી સંતૃપ્ત જે; તેવી દશા ઉત્કૃષ્ટ તે નિષ્કર્મ સુખમય પામતા, ફળ રમ્ય તેનાં સંપ્રતિ, ત્યમ ભાવિમાં આસ્વાદતા. ર૩ર એ કર્મ, કર્મવિપાકની અત્યંત વિરતિ ભાવીને, અજ્ઞાનની સંચેતનાને પૂર્ણ નાશ નચાવીને; નિજરસે પ્રાપ્ત સ્વભાવ પૂરણ કરી, પ્રશમરસરૂપ સદા, આ જ્ઞાન ચેતનતા નચાવી, પીયૂષ પીઓ સર્વદા. ૨૩૩ સર્વ વસ્તુ વિભિન્ન, એવા નિશ્ચય કર્યું ભિન્ન જે, તે જ્ઞાન વસ્તુસમૂહ સહ ગૂંથાય ક્રિયા ઊપજે, તે વિણ જ્ઞાનક્રિયાજ કેવળ એવું અતિશય દીપતું, નિશ્ચળ નિરાકુળજ્ઞાન એક જ હવે નિત્ય વિરાજતું ૨૩૪ - પરથી જુદું નિજમાં નિયત, જે અલગ વસ્તુપણું ધરે; તે ગ્રહણ ત્યાગ રહિત નિર્મળ જ્ઞાન એવું ત્યાં કુરે; કે જેથી આદિ મધ્ય અંત રહિત હેજે દીપતું, એ શુદ્ધ જ્ઞાનપ્રપુંજ મહિમા નિત્ય પ્રગટ ઝળકતું. ૨૩૫
- નિજ શક્તિ સર્વ સમેટી આત્મા આત્મમાં પૂરણ થર્યો; તે ત્યાજ્ય સઘળું તજી દીધું, ને ગ્રાહ્યાભાવ બધે ગ્રહ્યો. ૨૩૬ પર દ્રવ્યથી ઈમ જ્ઞાન જુદું, અવસ્થિત રહ્યું ખરે, તે કેમ આહારક હવે કે દેહની શંકા ઘરે? ર૩૭ ઈમ શુદ્ધ ચિન્મય જ્ઞાનને નહિ શરીર સંભવ સર્વદા; તે શરીરમય જ્ઞાતાતણું, નહિ લિંગ શિવકારણ કદા. ૨૩૮