________________
સમાધિ–સાધના
૨૫
ના જ્ઞાન પામે જ્ઞાનતા ને ય શેયપણું લહે, ત્યાં સુધી નિશે ઉદય રાગદ્વેષ દ્વન્દ તણે રહે; અજ્ઞાન, માટે, દૂર થઈ, આ જ્ઞાન જ્ઞાન અને હવે, જેથી પૂર્ણ સ્વભાવ પ્રગટે, રાગદ્વેષ દૂરે હુવે. ૨૧૭ ત્યાં જ્ઞાન એ અજ્ઞાનભાવે રાગદ્વેષરૂપે બને, પણ દ્રવ્ય વૃષ્ટિથી નીરખતાં, કાંઈ છે ના ઉભય તે; તે તત્તવૃષ્ટિથી પ્રગટ સદુદ્દષ્ટિ બંને ક્ષય કરે, ત્યાં જ્ઞાનતિ અચળ પૂરણ સહજ તેને પ્રગટ હે! ૨૧૮ જે તત્ત્વવૃષ્ટિથી જુએ, નહિ અન્ય દ્રવ્ય જણાય ત્યાં, એ રાગદ્વેષ ઉપજાવનારું અલ્પ પણ નહિ અન્ય જ્યાં; ઉત્પત્તિ સર્વે દ્રવ્યની થતી અંતરંગ વિષે છતી, તે નિજ નિજ સ્વભાવથી, અત્યંત પ્રગટ પ્રકાશતી. ૨૧૯ આ આત્મમાં કદી થાય રાગદ્વેષ દેષ ઉસન્ન , પર દ્રવ્યને નથી દેષ, અપરાધી સ્વયં અજ્ઞાન તે; અજ્ઞાનને વિસ્તાર એ, થાઓ વિદિત નિજ રૂપ ત્યાં, અજ્ઞાન અસ્ત થઈ જજે, હું જ્ઞાનઘન ચિરૂપ જ્યાં. ર૨૦ રાગાદિની ઉત્પત્તિમાં જે નિમિત્ત પર દ્રવ્ય જ ગણે, તે શુદ્ધ બોધ વિહીન અંધા, મેહનદી કદી ન તરે. ૨૨૧ અચુત એક વિશુદ્ધ પૂરણ જ્ઞાન મહિમાવત્ સદા, જ્ઞાયક લહે ના વિકિયા દીપક પ્રકાશ્યવડે યથા; વસ્તુસ્થિતિના જ્ઞાનહીન, અજ્ઞાની કેમ તજે મહા, નિજ સહજ ઉદાસીનતા, ને રાગદ્વેષ કરે અહા! રરર જે રાગદ્વેષ વિભાવવજિત તેજથી અતિ શુભતા, વળી નિત્ય નિજ સ્વભાવસ્પશે સ્વાનુભવથી દીપતા