________________
સમાધિ–સાધના
અપરાથી નિશ્ચે નિજ સ્વરૂપ અશુદ્ધરૂપે સેવતા, શુદ્ધાત્મ સેવે જ્ઞાની તા નિરપરાધી ત્યાં તે થતા. ૧૮૭
૨૭૦
સુખસંગી તજતા જે ક્રિયા તે, પ્રમાદી નષ્ટ તે ખરે, વળી ચપળ ક્રિયારત તજે નિજ ધ્યેય તે પણ નષ્ટ ૨ ! આત્મા પ્રપૂણુ જ્ઞાનધન જ્યાં સુધી તે પામ્યા નહીં; ત્યાં સુધી મનને બાંધવું આત્મારૂપી સ્તંભે સહી. ૧૮૮
અહીં પ્રતિક્રમણ વિષ જ્યાં કહ્યું, ત્યાં જે પ્રમાદવશે રહ્યું, અપ્રતિક્રમણ તે અમૃત ક્યાંથી હોય ? ચેતવવા કહ્યું; શું આ પ્રમાદવશે જના, નીચે નીચે પડતા રહેા ? ઊંચે ઊંચે શું ના ચઢાયે ? જો અપ્રમત્તતાને ગ્રહેા. ૧૮૯
કષાયના,
આળસ પ્રમાદ ગણાય ભારે, ભારથી જ આળસ પ્રમાદ સહિત તેથી શુદ્ધ ભાવ ગણાય ના; નિજ રસે નિર્ભર, અચળ નિજમાં, નિયમથી મુનિ તે ખરે, પામે પરમ વિશુદ્ધતા વળી શીઘ્ર મુક્તિ તે વરે. ૧૯૦
અશુદ્ધિ કરનારું સકળ પરદ્રવ્ય પાતે ત્યાગથી, નિજ દ્રવ્યમાં જે રમે, છૂટે સર્વે તે અપરાધથી; ચિદ્ જ્યાત અમૃતપૂર ઊછળે પૂર્ણ મહિમાદાયી તે, કરી બંધ નાશ સદા પ્રકાશે, શુદ્ધ થઇ શિવ જાય તે. ૧૯૧
એ બંધનાશે અતુલ અક્ષય મેાક્ષ અનુભવતું સદા, એકાંત શુદ્ધ સદાય પ્રગટ્યું, સહુજ આત્મદશાપ્રદા; ગંભીર ધીર સ્વરસભારે જ્ઞાન એકાકાર જ્યાં, પરિપૂર્ણ ઝળકી ઊઠયું મહિમા અચળ નિજમાં લીન ત્યાં. ૧૯૨