________________
સમાધિ-સાધના
૨૫૯
સવિ દ્રવ્ય આસવ સંતતિ, જીવંત જે જ્ઞાની જને, ક્યમ જ્ઞાની નિત્ય નિરાસવી? હે શિષ્ય ! શંકા જે તને. ૧૧૭ અજ્ઞાનથી પૂર્વે કરેલાં કર્મ સત્તામાં છતાં, ત્યમ સમય પાયે ઉદય આવ્યાં, દ્રવ્ય કર્મો ભાસતાં; તે પણ અભાવ સમસ્ત રાગાદિ વિભાવને તહીં, તે જ્ઞાનીને કદી કર્મબંધ જરીય સંભવતે નહીં. ૧૧૮
જ્યાં રાગદ્વેષ વિમેહને, નહિ જ્ઞાનીને સંભવ કદા, ત્યાં બંધ તેને છે નહીં, એ બંઘ કારણ છે સદા. ૧૧૯ જે જ્ઞાનઉન્નત શુદ્ધ નયના આશ્રયે રહીને સદા, અભ્યાસતા એકાગ્રતાને જ્ઞાની જ્ઞાને સર્વદા; એ રાગદ્વેષ વિમેહ આદિથી વિમુક્ત મને સદા, બંધન વિના સહજાત્મરૂપી સમયસાર નિહાળતા. ૧૨૦ જે શુદ્ધ નયથી ચુત થઈ ભવ ભ્રમણ વૃદ્ધિ વશ થતા, રાગાદિ સંબંધે લહી, નિજ જ્ઞાન ભ્રષ્ટ થઈ જતા; પૂર્વે ગ્રહેલા દ્રવ્ય આસવ કર્મબંધ રહે તથા, બહુ બહુ વિચિત્ર વિકલ્પ જાગે, કર્મબંધે ફરી જતા. ૧૨૧ તાત્સર્ય તેથી અત્ર આ કે શુદ્ધ નય તજ નહીં, તેને અત્યાગે બંધ નહિ, તે ત્યાગતાં બંધન સહી. ૧૨૨ એ આદિ અંત રહિત એવું ઘર વિસ્તૃત જ્ઞાન તે, મહિમા અતિશય તે તણે ત્યાં શુદ્ધ નય સ્થિર તે તે; એ સર્વકર્મવિનાશી નયને, ન તજે કૃતી સજજને, એ શુદ્ધ નય અવલંબી, તેમાં સ્થિર થતા જ્ઞાનીજને; સંવરી બાહ્ય જનાર કિરણે, શાંત તેજ નિહાળતા, તે પૂર્ણ જ્ઞાન ઘનઘ નિશ્ચળ સહજપદ નિજ ભાળતા. ૧૨૩