________________
૨૬૦
સમાધિ–સાધના
નિત ઘોત'તી શ્રેષ્ઠ વસ્તુ ભાળતા નિજ અંતરે, રાગાદિ આસ્રવ સર્વથા ઝટ નાશ પામ્યાથી ખરે; નિજ રસ અતીવ પ્રસારતી, સવિ વસ્તુને જાણે સદા, વર જ્ઞાનજ્ગ્યાતિ જળહળી એ, અચળ અનુપમ સર્વદા. ૧૨૪ આસવ મહા ગર્વિત સંવરજયથી કાળ અનાઢિથી, તેને હવે જીતે સદા સંવર તિરસ્કારે અતિ; ઉપજાવતી તે ભિન્ન પરથી, સ્વરૂપ અચળ પ્રકાશતી, ચિન્મયી ઉજજવળ જ્ગ્યાતિ, નિજરસભારથી ત્યાં પ્રગટતી. ૧૨૫ રે ! જ્ઞાન ચિદ્રુપતા ધરે, રાગાદિ જડરૂપને ઘરે, દારુણુ વિદ્યારણુ ત્યાં કરી, એ બેયને જુદાં કરે; એ વિમલ ભેદજ્ઞાન પ્રગટ્યું, સંત હર્ષિત થાવ ત્યાં, નિજ શુદ્ધ જ્ઞાનઘને ઠરા, રાગાદિ પર પરિહાર જ્યાં. ૧૨૬ જો કાઈ રીતે સતત ધારાવાહી જ્ઞાને વર્તતા, નિજ શુદ્ધ આત્મા અચળતાથી આત્મ અનુભવ રત થતા; ત્યાં સતત આત્મારામ, સ્વરૂપે રમણ કરતા, ખાધથી, અતિ શુદ્ધતા પ્રગટાવતા, પર પરિણતિના રાથી. ૧૨૭ નિજ સ્વરૂપ મહિમા લીન છે, જે ભેદજ્ઞાન તણા મળે, નિજ શુદ્ધ આતમ તત્ત્વ ઉત્તમ નિશ્ચયે તેને મળે; તે અચળ પર દ્રવ્યોથી દૂર વર્તતા એવા ખરે, સૌ કર્મક્ષય સંપૂર્ણ કરીને, મુક્તિસુખ અક્ષય વરે. ૧૨૮ સાક્ષાત્ સંવર આ લહેા, શુદ્ધાત્મતત્ત્વ અનુભવે; તે ભેદજ્ઞાને ભેદ્ય કેરી ભાવના ભાવા હવે. ૧૨૯ આ ભેદજ્ઞાન અખંડધારાથી નિરંતર ભાવવું; જ્યાં સુધી પરથી છૂટીને, ના જ્ઞાન જ્ઞાને ઠરી જતું. ૧૩૦