________________
સમાધિ–સાધના
૨૫૫
નય એક જીવને ભાત કહે, ના તેમ બીજે તે કહે, ચૈતન્યમાં ઈમ બેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૯ ઈમ સ્વયં બહુ વિકપ જાળે, ઊછળતી જેમાં સદા, નયપક્ષકક્ષા મહાન તેને, ઉલંઘી સહેજે જતા; અંતર બહિર સમતારૂપી, રસ એક છે નિજભાવ જે, તે તત્ત્વવેદી પામતા, અનુભૂતિ માત્ર સ્વભાવને ૯૦ ઈમ ઇંદ્રજાળ સમા વિકલ્પ, ચપળ ઊછળે બહુ જહાં, ઝટ જાય ભાગી ફુરણમા, જતિ ચિન્મય હું તહાં. ૧ ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય ભાવે, ચિસ્વભાવ પ્રપુંજથી, પરમાર્થ એવું સ્વરૂપ જેનું, એક એ નિજ તેજથી; શોભી રહ્યા, એ સમયસાર અપાર, નિજ સહજાત્મને, અનુભવું છું તજી કર્મ ઉદયે બંધભાવ સમસ્તને. ૯૨ નય પક્ષ વિણ જે અચલ નિર્વિકલ્પભાવે ભાસતે, વળી શાંત પુરુષ અનુભવે તે સમયસાર પ્રકાશને; વિજ્ઞાન રસ છે એક જે ભગવાન પુરુષ પુરાણુ એ, તે જ્ઞાન દર્શન પણ અને જે કંઈ કહે તે એક એ. ૯૩
જ્યમ પણ નિજ સમૂહથી યુત ગહન વનમાં ઘર ભમે, તે બળ વડે નિજ સમૂહ પ્રત્યે ઢાળ માગે ફરી મળે; ત્યમ સ્વરૂપથી શ્રુત જે ભમે વિકલ્પ જાળવને અતિ, તે દૂરથી વિવેકઢાળે વળી જતા નિજ પદ પ્રતિ, વિજ્ઞાનઘનરસના રસિક આત્માથી બળથી વાળતા, વિજ્ઞાનઘનરસસ્વરૂપ પ્રત્યે, આત્મરમણે રાચતા. ૯૪