________________
૨૫૦
સમાધિ-સાધના પરમાર્થ નયના ગ્રહણથી જે એકવાર વિલય થતે, તે જ્ઞાનઘન આત્મા પછી શી રીત બંધનયુત થતું? ૫૫ આત્મા કરે નિત આત્મભાવે, અન્યભાવે પર કરે, આત્મા જ આતમભાવ છે, પર ભાવ નિત્ય પર ખરે. ૫૬
અજ્ઞાનથી તૃણમિશ્ર અન્નાહાર કરનારા યથા, રાગી બને હાથી સમા, જીવ જ્ઞાનરૂપ સ્વયં છતાં; દહીં ખાંડના ખાટા મીઠા રસમૃદ્ધિથી શ્રીખંડને, પીતાં ગણે ગૌદૂધપાન પણ લહે નહિ ભેદને. પ૭ અજ્ઞાનથી મૃગજળ ગણી મૃગ જળ પીવા જ્યમ દેડતા, , તમમાં પડેલી દોરીને જ્યમ સર્ષ ગણી જન ભાગતા; વિકલ્પથી કલેલ સમ જલધિમાં વાથી ઊછળતા, આકુળ થઈ ર્તા ગણે, જીવ શુદ્ધ જ્ઞાનમયી છતાં. ૫૮ જીવ જ્ઞાનથી વિવેક કરતાં, સ્વપર ભેદ પિછાણુતા,
જ્યમ હંસ પાણી દૂધની વિભિન્નતાને જાણતા; નિજ અચળ ચિદ્રપ ધાતુના અવલંબને નિત્ય રહી, જે માત્ર જાણે પણ કરે ના, કાંઈ પણ નિરો સહી. ૫૯
જ્યમ ગરમ જળમાં ગરમી ઠંડી, ભેદજ્ઞાનવડે લહે, વળી સ્વાદ શાક અને લવણને ભિન્ન જ્ઞાને જ્યમ ગ્રહે; કેધાદિ કર્તભાવ ને ચેતન સ્વરસવિકસિત સદા, એ ભિન્ન બન્ને પ્રગટ થાયે, ભેદજ્ઞાને સર્વદા. ૬૦ એ રીત આત્મા કરે પિતે જ્ઞાન કે અજ્ઞાનને નિજ ભાવને કર્તા ખરે, કદી ના કરે પર ભાવને. ૬૧