________________
સમાધિસાધના
૨૪૭
તે હૃદયસરમાં તેજ જેનું ભિન્ન પુગલથી સદા, ભાસે તને નિજ આત્મપ્રાપ્તિ કે નહીં શું તે તદા? ૩૪ ચિન્શક્તિથી જુદા બધા ભાવે સમૂળા ત્યાગીને, ચિન્શક્તિમાત્ર સ્વરૂપ પિતે પ્રગટ તે અવગાહીને; સૌ વિશ્વ ઉપર વર્તતા આ એક શાશ્વત આત્મને, આત્મા વિષે અભ્યાસ અનુભવ આદરે સહજાત્મને. ૩૫ ચિશક્તિ વ્યાપ્ત સંસાર સૌમાં માત્ર જીવ સ્વરૂપ એ, તેથી રહિત સમસ્ત ભાવે માત્ર પુગલરૂપ તે. ૩૬ જે વર્ણ રસ કે ગંધ ભાવે રાગ મહાદિ બધા, છે ભિન્ન આત્માથી છતાં, અજ્ઞાની માને નિજ મુધા; તેથી જુએ જે તત્વથી, જીવ દ્રષ્ટિ અંતર્મુખ કરી, દેખાય તે ના, માત્ર ભાસે એક જીવ સર્વોપરી. ૩૭ . જે વસ્તુથી જે ભાવ બનતા, ભાવ તે વસ્તુ કહે,
જ્યમ મ્યાન સેનાની બનેલી સેનું પણ અસિ ના લો. ૩૮ વર્ણાદિ ગુણ સ્થાનક સુધીના ભાવ જડથી જે બન્યા, તે સર્વ જડ, ચેતન નહીં, જીવ જ્ઞાનઘન, તેથી જુદા. ૩૯ ઘીને ઘડે કહેવાય પણ ઘીમય બને ના ઘટ યથા; વર્ણાદિવાળે જીવ કહેતાં, ન જીવ વર્ણમયી કદા. ૪0 જીવ પ્રગટ સ્વસંવેદ્ય આદિ અંત વર્જિત અચળ જ્યાં, તે સ્વયં ચૈતન્યમૂર્તિ ઝળકે દિવ્ય ત અતીવ ત્યાં. ૪૧ છે અજીવ વર્ણાદિ સહિત ત્યમ રહિત એમ દ્વિધા યદા, લક્ષણ અમૂર્ત ગ્રહે જગતથી જીવ સ્વરૂપ જણાય ના;