________________
૨૪૬
સમાધિ-સાધના
પર ભાવના આ ત્યાગના દૃષ્ટાંતની દૃષ્ટિ યદિ, જૂની ન થાય એ રીતે અતિ વેગથી નહિ વર્તતી; તે પ્રથમ તે પર ભાવ સઘળાથી અતિશય મુક્ત જે, અનુભૂતિ આ તત્કાળ પ્રગટી, સ્વ નિજ સુખયુક્ત તે. ૨૯ નિજ રસ વડે ભરપૂર ભાવે પૂર્ણ નિજ સ્વરૂપ છે, હું અનુભવું અહીં આત્મથી નિજ એક આત્મસ્વરૂપ તે; નથી નથી મેહ સંબંધી કદીએ કે નહિ તે મારે, હું શુદ્ધ ચિદ્દઘન આત્મજ્યતિ તેજપુંજ નિધિ ખરે. 30 સૌ અન્ય ભાવો સાથ આમ વિવેક જાગે અનુપ જ્યાં; ઉપગ આ ધારે સ્વયં નિજ એક આત્મસ્વરૂપ ત્યાં; પરમાર્થ જેને પ્રગટ પ્રગટ્યો, જ્ઞાન દર્શન ચરણ ત્યાં, પરિણમી આત્મા આત્મઉદ્યાને રમે સ્વરમણમાં. ૩૧ પડદે સ્વરૂપને ઢાંકત વિભ્રમ થયે નિર્મૂળ જ્યાં, ભગવાન જ્ઞાન સમુદ્ર આ આત્મા પ્રગટ સવાંગ ત્યાં; હે સર્વ લેકે ! એક સાથે શાંત રસમાં મગ્ન હો! એ શાંતરસ ઊછળી રહ્યો છે લેક સુધી તેને ચહે. ૩૨ જીવ અજીવ બંને ભિન્ન જેવા દ્રષ્ટિ નિર્મળ જેમની, ઉપજાવતું એવા જનેને પ્રતીતિ ભિન્ન પદાર્થની, દૃઢ બંધ યુક્ત અનાદિ જ્ઞાનાવરણ આદિ વિનાશથી, જે પ્રગટ જ્ઞાન વિશદ્ધ પ્રગટયું, આત્મદ્રવ્ય વિકાસથી, તે પ્રગટ આત્મારામ જ્યોતિ અનંત તેજ ઝળકતું, વિલસે અનાકુળ થીર ઉત્તમ જ્ઞાન મન આહૂલાદતું. ૩૩ બસ, થેભ લાભ શું વ્યર્થ કોલાહલ અવરથી છે તને, થઈ સ્વર્ય શાંત છ માસ નિજમાં લીન થઈ જે સ્વાત્મને;