________________
સમાધિસાધના
૨૪૫ નિજ કાંતિથી જે દશદિશાને ઘેઈ નિર્મળ અતિ કરે, નિજ તેજથી ઉત્કૃષ્ટ તેજ પ્રપૂર્ણ રવિને મદ હરે; નિજ રૂપથી જનમન હરે, અમૃત સુખને સિંચતા, દવનિ દિવ્યથી ભવિકર્ણમાં સાક્ષાત્ સુધા વરસાવતા; તે તીર્થપતિ આચાર્ય જગમાં વંદ્ય જગને તારતા, ઉત્કૃષ્ટ એક સહસ ઉપર અષ્ટ લક્ષણ ધારતા. ૨૪ આ નગર ઊંચા કેટથી જાણે ગ્રેસે આકાશને, વળી સર્વ બાજુ બાગપંક્તિથી ગળે ભૂભાગને, ચારે તરફ વળી ખાઈ ઊંડીથી પીવે પાતાળને, એ નગરનું વર્ણન થતાં ના નૃપનું વર્ણન બને. ૨૫ તે રૂપ જિનવરનું સદા ઉત્કૃષ્ટ જ્યવંતુ રહે, ત્યાં અંગ અવિકારી અને સુસ્થિતતા સઘળાં લહે; લાવણ્ય સહજ અપૂર્વ સહુની પ્રીતિ સત્વર તે વરે, ગંભીર સાગર સમ સદા, ના ભ ભાવ કદી ઘરે. ૨૬ આત્મા અને કાયાતણું વ્યવહારથી છે એક્તા, નિશ્ચયનયે તે ઉભય જુદાં, સર્વથા ત્યાં ભિન્નતા; વ્યવહારથી તનની સ્તુતિ, સ્તુતિ આત્મની જે કે ગણે, નિશ્ચયનયે ચૈતન્યની સ્તુતિ, તે જ ચેતનની ભણે; તે સ્તવન તીર્થકરતણું જિતહ આદિ છે ખરે, નહિ એકતા જીવ શરીરને નિશ્ચય સદા એ વૃઢ કરે. ૨૭ ઈમ તત્ત્વપરિચિત જ્ઞાનીઓએ એકતા તન સાથે જ્યાં, મૂળથી ઉખેડી નાખી નયયુક્તિ વડે અત્યંત ત્યાં, તે બેધ તેવા પુરુષને તત્કાળ ધરૂપે ન કાં, ખેંચાઈ નિજરસ વેગથી થઈ એક શું પ્રગટે ન ત્યાં? ૨૮