________________
૨૪૪
સમાધિ-સાધના
વૃશિ, જ્ઞપ્તિવૃત્તિ ત્રણ્ય ભેદે જીવ મેચક જાણિયે; તે એકી સાથે અમેચપણ સ્વયં એક પ્રમાણિ. ૧૬ પરિણમે દર્શન જ્ઞાન ચારિત્રે ત્રિધા મેચક તહીં એ સ્વયં એક અભેદ પણ વ્યવહારથી ત્રણ ગુણમયી. ૧૭ નિશ્ચયનયે એ પ્રગટ જ્ઞાયક જ્યોતિ એક ચિદાત્મ છે, સવિ ભાવભેદ નિવારવા એ અમેચક સહજાત્મ છે. ૧૮ ચિંતા હવે બસ બસ કરે, મેચક અમેચતા તણું; વૃશિ જ્ઞપ્તિ વૃત્તિથી સદા, નિજ સાધ્ય સિદ્ધિ તે ગણી. ૧૯ ત્રિધાપણું પામ્યા છતાં, ના એકતા મૂકે કદા, વળી જે વિમળતાથી ઉદય પામી રહે છે સર્વદા ચૈતન્ય ચિહ્ન અનંત જેનું આત્મતિ તે સદા, અનુભૂતિ તેની સતત કરીએ સાધ્ય સિદ્ધિ ન અન્યથા. ૨૦ જે કઈ રીતે ભેદજ્ઞાનમૂળ કરી સ્વાનુભૂતિ, નિજ આત્મની નિશ્ચળ રીતે પામે સ્વર્ય કે અન્યથી; તે સર્વ દર્પણ સમ પ્રતિબિંબિત ભાવ સમસ્તને, નિજ જ્ઞાનમાં ભાસિત છતાં અવિકારી રહેતા સતત તે ૨૧ રે! જગત મેહ અનાદિ તજી દો, લીને ત્યાં શું સર્વદા ? રુચિકર રસિક જનને ઉદિત આ જ્ઞાન આસ્વાદો મુદા; કહીં કઈ રીતે કદીય ચેતન જડરૂપે નહિ સંભવે, આત્મા અનાત્મા સાથે કદિ તાદાસ્યવૃત્તિ ના હુવે. ૨૨ રે! કઈ રીતે મરીને પણ તત્વ ઉત્સુક્તા ઘારી, કર સ્વાનુભવ મુહૂર્ત તનને પડોશી થઈને જરી; ચિસ્વરૂપ જડથી ભિન્ન નિજમાં વિલસતે સ્વ ભાળતાં, તું શીઘ તજશે રૂપી સાથે, એક્તારૂપ મેહ ત્યાં. ૨૩