________________
સમાધિસાધના
૨૪૩
નય લક્ષ્મી ત્યાં નહિ ઉદ્ભવે વળી અસ્ત થાય પ્રમાણુ ત્યાં, નિક્ષેપચક ન જાણુંએ, અત્યંત દરે જાય ક્યાં ? ૯ પર ભાવથી વિભિન્ન આત્મસ્વભાવ કેવળ એક જે, વળી એ અનાદિ અનંત, નિજગુણથી પ્રપૂર્ણ વિમુક્ત છે; સંકલ્પ ને વિકલ્પની વિસ્તૃત જાળ વિનાશ, અહીં ઉદય પામે શુદ્ધનય એ ચિસ્વભાવ પ્રકાશ. ૧૦ સર્વત્ર જ્ઞાન પ્રકાશ જેને, જળહળ હે જગજી ! તજી મેહ, ધ્રાંતિ સ્વરૂપની, તે શુદ્ધ આત્મા અનુભવો;
જ્યાં અન્ય ભાવ બદ્ધપૃષ્ટાદિ પ્રતિષ્ઠા ના લહે, પણ માત્ર તે તે ઉપર તરતા, પ્રગટ પણ દૂરે રહે. ૧૧ જે કર્મબંધ ત્રિકાળને તત્કાળ ભિન્ન કરે સુધી, બળ કરી જીતી મેહને અભ્યાસતા સ્વાનુભૂતિ, એ સ્વાનુભવથી ગમ્ય આત્મા, પ્રગટ નિજ મહિમા વિષે, ઉર દેવ શાશ્વત કર્મ કર્દમ મુક્ત નિત્ય સ્વયં દીસે. ૧૨ 'ઈમ શુદ્ધ નયસ્વરૂપ આત્માનુભૂતિ જ્યાં અંતરે, છે તે જ જ્ઞાનાનુભૂતિ, એમ નિશ્ચયે જાણી ખરે; રે! આત્મને આત્મા વિષે, સ્થાપી અચળ વૃષ્ટિ ધરે, તે જ્ઞાનઘન શુદ્ધાતમા ને એક નિત્ય સદા વરે. ૧૩
જ્યમ લવણ કાંકરી ક્ષાર રસલીલા સદા અવલંબતી, ત્યમ જ્ઞાનરસપરિણમન પૂરણ પરમ શ્વેત પ્રકાશતી; તે સહજ અંતર બાહ્ય વિસે, ત અમ પ્રગટો ઉરે, જે અનાકુળ અનંત જળહળ અખંડિત સદા સ્કુરે. ૧૪ નિજ સિદ્ધિસાધક સજજને ! આ જ્ઞાનઘન જીવ સર્વદા, બે સાધ્ય સાધક ભાવથી, પણ એક ઉપાસે સદા. ૧૫