________________
સમાધિ–સાધના
૨૩૭ છે કે જેમણે મનુષ્ય તિર્યંચ દેવ આદિ દ્વારા કરેલા ઉપસર્ગોને સંક્લેશ પરિણામે રહિત સહન કર્યા હતા. અર્થાત્ તેમના હૃદયમાં રાગદ્વેષ મેહને આવેશ થયું ન હતું. તેઓ કેવળ શુદ્ધ સ્વાત્મધ્યાનમાં જ નિમગ્ન રહ્યા હતા. અને તેવી રીતે પિતાને મોક્ષરૂપ સ્વાર્થને સાથે હતે.
હે અંગ! હે મહાત્મન ! મોક્ષની ઈચ્છા કરનાર મહાનુભાએ અનેક ઘેર ઉપસર્ગ હોવા છતાં પણ પિતાને મેક્ષરૂપ ઈષ્ટ પદાર્થ સિદ્ધ કર્યો હતે. એટલા માટે તું પણ કર્મરહિત નિત્ય ચિદ્રપ એવા પિતાને શુદ્ધ આત્મામાં તલ્લીન થઈને આ શરીરને છેડી દે. જે એવા પ્રકારે શરીરને ન ત્યાગતાં તું સંક્લેશ પરિણામેથી ત્યાગીશ તે તું સંસારનાં અનંત દુખેથી ચિરકાળ વ્યાકુળ રહીશ. માટે સંક્લેશ પરિણામે ત્યજીને પરમ અસંગભાવે વીતરાગ ભાવે સમાધિપૂર્વક આત્મામાં તલ્લીન થઈને દેહને ત્યાગી દે.
હે રત્નત્રયને ભિન્ન માનનાર ઉત્તમ આરાધક ! આ દ્રવ્યભાવ કર્મરહિત આનંદસ્વરૂપ પિતાને આત્મા જ મોક્ષની ઈચ્છાવાળા પુરુષને ઉપાદેય વા ગ્રહણ કરવા ગ્ય છે, બીજાને આત્મા ઉપાદેય નથી. આ પ્રકારની શ્રદ્ધા તે જ પારમાર્થિક વા નિશ્ચય સમ્યકદર્શન છે. તથા સ્વસંવેદન જ્ઞાનથી તે શુદ્ધ આનંદમય ઉપાદેયસ્વરૂપ આત્માને મન, વચન, કાયા ત્રણેથી વા શરીરથી ભિન્ન પૃથફ અનુભવ કરે તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. અને અત્યંત તૃપ્ત વા તૃષ્ણ રહિત થઈને શુદ્ધ આનંદ સ્વરૂપ અનુભૂત સ્વાત્મામાં પિતાનું અંતઃકરણ તન્મય થઈ જતાં તે આત્મામાં આત્માની અવસ્થિતિ અર્થાત્ સ્થિરતા તેને પારમાર્થિક ચર્યા અથવા નિશ્ચય ચારિત્ર કહે છે.