________________
સમાધિ–સાધના
હું આરાધક ! ભૂખ તરસ આદિ પરિષùા જીતવામાં શ્રી ઋષભદેવ આદિનું સ્મરણ કર. છ માસ સુધી તેમને ક્ષુધા પરિષદ્ધ સહન કરવા પડ્યો હતા.
૨૩૬
એક વાર તીવ્ર વાયુ વાવાથી ઘાસની ગંજીમાં આગ લાગી હતી. તે લાગતી ગંજીમાંનું ઘાસ વાયુથી ઊડીને પાસે ઊભેલા શિવભૂતિ મુનિ ઉપર આવી પડયું. પરંતુ તે મુનિ તેનાથી કિંચિત પણ ચલાયમાન થયા ન હતા, પરંતુ પોતાના આત્માનું ધ્યાન કરીને શીઘ્ર કેવલજ્ઞાની થયા હતા. આ અચેતન દ્વારા કરેલા ઉપસર્ગને સહન કરવાનું દૃષ્ટાંત છે.
પાંડવાના શત્રુ કૌરવાના ભાણેજોએ પાંડવાને કંઠ આદિ પ્રદેશમાં આભૂષણાની કલ્પના કરીને અગ્નિમાં સળગતી લાઢાની ધગધગતી સાંકળા પહેરાવી હતી, અને પગમાં મોટા મેટા લેાઢાના ખીલા ઠોકીને જમીન સાથે જડી લીધા હતા. તથાપિ તે મહા મુનિ એ ઉપસર્ગથી જરા પણ ચલાયમાન થયા ન હતા, અને શુદ્ધાત્માનું ધ્યાન ધરીને મેાક્ષ પધાર્યાં હતા. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તા સાક્ષાત સિદ્ધ થયા હતા. નકુલ, સહદેવ સર્વાર્થસિદ્ધ જઈને પરંપરા સિદ્ધ થશે. મનુષ્ય દ્વારા કરેલા ઉપસર્ગને સહન કરવા આ દૃષ્ટાંત કહ્યું.
સ્વામી સુકુમાલનું શરીર સરસવ (શિરીષ) પુષ્પના જેવું સુકેામળ હતું. પરંતુ એક શિયાળણીએ તે અતિ નિર્દયતાથી ભક્ષણ કર્યું હતું. તથાપિ તે મહામુનિએ પ્રાણ છેડ્યા હતા, પરંતુ પોતાના આત્માના ધ્યાનરૂપ માક્ષના ઉપાયને છેડ્યો ન હતા.
ખીજા પણ અનેક ધૈર્યંશાળી પુરુષા શાસ્ત્રોમાં સંભળાય