________________
સમાધિસાધના
૨૩૫ આત્મા અને શરીરમાં ભેદભાવના આ પ્રકારે ભાવવી – न मे मृत्युः कुतो भीति: न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले ॥
અજર અમર અવિનાશી હું આત્મા, મારું મરણ તે કદાપિ થનાર નથી. તે મને હવે ભય શાને ? મને કાંઈ વ્યાધિ કે રોગ થતું નથી. તે દુઃખ શાનું? તથા હું બાળક નથી, વૃદ્ધ નથી, યુવાન નથી. જ્યારે મૃત્યુ, વ્યાધિ, બાળકપણું વૃદ્ધપણું, યુવાનપણું એ સર્વે તે પુદ્ગલમાં છે, આત્મામાં નહીં. નવોચઃ પુનડ્યા, જીવ અન્ય છે, ચેતન આદિ ગુણવાળે જીવ અન્ય પદાર્થ છે, અને રૂ૫ રસ આદિ સહિત પુદ્ગલ અન્ય પદાર્થ છે. ઇત્યાદિ ભાવનાઓથી શરીર અને આત્માને ભિન્ન ભિન્ન ચિંતવન કરવાં જોઈએ.
હે ભવ્ય! કર્મને પરવશ થઈને તે આ અનાદિ સંસારમાં તે અનેક દુઃખ સહન કર્યા છે. આજે તું સમાધિને સિદ્ધ કરવા તૈયાર થયું છે, તે આ અવસરે ઉત્કૃષ્ટ અથવા સંવર સાથે થનારી, પહેલાં કદી નહીં પ્રાપ્ત થયેલી એવી અંતિમ સમયમાં થનારી અશુભ કર્મોને ક્ષયરૂપ નિર્જરાની ઈચ્છા કરવાવાળે તું સ્વતંત્ર થઈને પિતાની મેળે સમતા પરિણામો વડે ચેડા જ વખત માટે આ થોડું દુઃખ સહન કરી લે.
જેટલા કાળ પર્યંત તે સંન્યાસ ધારણ કર્યો છે, આહારાદિકને ત્યાગ કર્યો છે, એકાગ્રતાથી સ્વાત્માનું ચિંતવન કરતાં સંથારા (પથારી) ઉપર નિવાસ કર્યો છે, તેટલા કાળ પર્યંત તું ક્ષણે ક્ષણે જ્ઞાનાવરણદિ અનેક કર્મોને અવશ્ય નાશ કરવાને છે.