________________
૨૩૪
સમાધિ– સાધના હે ભવ્યત્તમ! જ્ઞાનરૂપી અમૃતના સરેવરમાં અર્થાત્ શરીર અન્ય છે, હું અન્ય છું, શરીરથી હું કેવળ ત્યારે છે” ઈત્યાદિ ભેદજ્ઞાનરૂપી અમૃતના સરેવરમાં અવગાહન નથી કર્યું, આ શરીરને પિતાનું માન્યું છે તેથી પિતાના માનેલા શરીરના સંબંધે નરક તિર્યંચ મનુષ્ય અને દેવ ગતિઓમાં ઉપાય રહિત શારીરિક અને માનસિક દુખેથી ઉત્પન્ન થયેલા દાહની જ્વાળાઓથી તું સંતપ્ત થયો છું.
પરંતુ હવે અત્યારે તે તને શરીર અને આત્માને ભેદ (ભિન્નતા) નિશ્ચિત થઈ ચૂક્યો છે, તથા આ મુનિઓ તને સદા ઉપકાર કરી રહ્યા છે, તેથી તને દુઃખ કેવી રીતે થઈ શકે? હવે પરિષહ આદિ કોઈ પ્રકારે તને દુઃખ દઈ શકે તેમ નથી.
બહિરાત્મા જીવ આત્મામાં શરીરનું આરોપણ કરીને અર્થાત્ શરીરને જ આત્મા માનીને હું દુઃખી છું, રેગી છું, ઇત્યાદિ દુઓને સંકલ્પ કરી લે છે. કારણકે વાસ્તવમાં રેગાદિ દુઃખ શરીરને જ થાય છે, આત્માને નહીં. તેથી આ પ્રકારે જે આત્મા અને શરીરને ભિન્ન ભિન્ન જાણે છે, આકાશને અને ભૂમિને જેટલું છેટું છે, ભિન્નપણું છે તેટલું આત્માને અને શરીરને છેટું છે-ભિન્નપણું છે, એમ આત્મા અને શરીરને જુદા જાણે છે તે પિતાના આત્માનો સાક્ષાત્ દર્શનથી ઉત્પન્ન થતા આનંદને અનુભવ કરે છે. તેથી તે સુખથી રહે છે.
आत्मदेहान्तरज्ञानजनिताह्लाद निर्वृतः । तपसा दुष्कृतं घोरं भुंजानोऽपि न खिद्यते ॥
(સમાધિશતક)