________________
સમાધિ-સાધના
૨૩૩ ગમન કર. જે સંકલ્પ વિકલ્પ રહિત શુદ્ધ આત્મામાં લીન થઈને પ્રાણત્યાગ કરે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય જ કહ્યું છે કે
आराधनोपयुक्तः सन् सम्यकालं विधाय च । उत्कर्षात् त्रिभवान् गत्वा प्रयाति परिनिर्वृति ॥
જે પુરુષ આરાધનામાં પિતાનો ઉપયોગ લગાવીને સારી રીતે સમય વ્યતીત કરે છે તે અધિકમાં અધિક ત્રણ ભવમાં અવશ્ય મુક્ત થઈ જાય છે.
संन्यासो निश्चयेनोक्तः स हि निश्चयवादिभिः । स्वस्वभावे च विन्यासो निर्विकल्पस्य योगिनः ।
નિશ્ચય સંન્યાસ જે નિર્વિકલ્પ યેગી અર્થાત્ જેના અંતઃકરણમાંથી અંદર ને અંદર કંઈક કહેવું તે, કઈ પ્રકારના સંબંધ, અથવા કલ્પના આદિ સર્વ દૂર થઈ ગયાં છે એવા સમાધિ સહિત ગી જે પિતાના શુદ્ધ ચિદાનંદમય સ્વાત્મામાં વિધિપૂર્વક પિતાના આત્માને સ્થાપન કરે છે તેને નિશ્ચયનયને પ્રવેગ કરવામાં પ્રવીણ એવા આચાર્ય નિશ્ચયનયથી સંન્યાસ કહે છે. અર્થાત નિશ્ચયનયથી આ જ સંન્યાસ છે એમ મેક્ષની ઈચ્છા કરનાર સાધકેની આગળ નિરૂપણ કરે છે.
જે સમયે સુધા આદિ પરિષહેમાંથી કઈ પરિષહ, અથવા કેઈ અચેતન આદિથી થયેલ ઉપસર્ગ ક્ષેપકના ચિત્તમાં ચંચળતા કરાવે, તે તે સમયે નિર્યાપક આચાર્યે શ્રુતજ્ઞાનને ઉપદેશ આપીને ચિત્તને પરિષહ-ઉપસર્ગથી હઠાવીને શુદ્ધ આત્માની સન્મુખ કરાવવું જોઈએ.
હવે શ્રુતજ્ઞાનના રહસ્યને વિસ્તારથી કહે છે–