________________
૨૩૨
સમાધિ-સાધના
હે શંસિત વ્રત! અર્થાત્ મહાપુરુષોએ પણ જે મહાવ્રતની પ્રશંસા કરી છે એવા વ્રતધારી સાધક ! કષાય અને ઇંદ્રિયને વશ થનાર પ્રાણીને અનંત ક્લેશની પરંપરારૂપ સંસાર પરિભ્રમણ ચાલુ જ રહે છે. માટે કષાય અને ઇન્દ્રિયને વશ, આધીન થઈશ નહીં.
આ પ્રમાણે વ્યવહાર આરાધનામાં નિષ્ઠા રાખવા જણાવી હવે નિશ્ચય આરાધનામાં તત્પર થવા જણાવે છે.
હે વ્યવહાર આરાધનામાં પરિણત થયેલા આરાધક રાજ! આ સમયે તારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. માટે શ્રુતસ્કંધ અર્થાત્ આચારાંગ આદિ બાર અંગ, અથવા અધ્યાત્મ વાકય, અથવા નમો અરિહૃતf ઈત્યાદિ પદ, અથવા અહં આદિ અક્ષર, અથવા , ઉસ, મા, ૩, સા આદિમાંથી કેઈ અક્ષર અથવા સદ્ગુરુ દ્વારા પ્રકાશિત, પ્રાપ્ત એ સર્વ આગમન સારરૂપ મંત્ર, એ સર્વમાંથી જેમાં તારે અનુરાગ હોય તે એકને આલંબન કરીને તેમાં તારું ચિત્ત એકાગ્ર કર, તન્મય કર. તેમાં ભક્તિપૂર્વક ચિત્ત લગાવવાથી, ચિંતવન કરવાથી પરમાર્થ આરાધવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.
હે આરાધના કરવામાં તયર આર્ય! एगो मे सासदो अप्पा णाणदंसणलक्षणों । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ॥
ઈત્યાદિ શ્રુતજ્ઞાનથી નિશ્ચય કરીને રાગ દ્વેષ મોહ રહિત ચિકૂપમય આત્માને સ્વસંવેદન દ્વારા અનુભવ કરતાં કરતાં પિતાના આત્મામાં તન્મયરૂપ થવાથી સમસ્ત ચિંતા સંકલ્પ વિકલ્પ આદિ મનના ચિતવનને છોડીને પ્રાણેને તજીને મેક્ષમાં