________________
સમાધિ-સાધના
૨૩૧
લગાવીને ફરીથી બ્રહ્મમાં સ્થિર થઈ શક્યા નથી. માટે તું પણ ઉત્કૃષ્ટ, નિર્વિક૯પ પ્રત્યગતિ (અંતરંગ તિ) પરમાત્મારૂપ બ્રહ્મજ્ઞાનને અનુભવ કરવા માટે, સ્વાત્માની દ્વારા શુદ્ધ આત્માનું સંવેદન (અનુભવ) કરવા માટે, ચોથા બ્રહ્મચર્યવ્રતને નિરતિચારપણે ધારણ કર
૫. પરિગ્રહ ત્યાગ હે સુવિહિત સાધક! આ મારું, આ મારું, એવા પ્રકારના કેઈ પણ પરિગ્રહમાં અલપ પણ સંકલ્પ કરનાર મનને વિશ્વાસ ન કર. મનને પરિગ્રહમાં, મમતામાં ન લગાવતાં સમસ્ત પરિગ્રહને ત્યાગ કરી નિર્મમ, નિપરિગ્રહી થા.
આ શરીર બાહ્ય પરિગ્રહ છે અને ઇંદ્રિયોના વિષયની ઈચ્છા એ અંતરંગ પરિગ્રહ છે. જે સાધક એ બંને પરિગ્રહમાં મમત્વ પરિણામ રાખતા નથી તે જ પરમાર્થે પરિગ્રહરહિત ગણાય છે. અને તે જ નિર્વાણનગર અથવા મેક્ષમાં પહોંચનાર પથિક કહેવાય છે. કારણ કે મેક્ષમાર્ગે નિરંતર ગમન કરવામાં નિગ્રંથતા જ સમર્થ છે.
અપૂર્વ અવસર એવો કયારે આવશે? કયારે થઈશું બાહ્યાાર નિગ્રન્થ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહતુ પુરુષને પંથ જો. અપૂર્વ ” “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”
–શ્રીમદ્ રાજચંદ્ર