________________
૨૩)
સમાધિ-સાધના
૧. અહિંસા મહાવ્રત જે ડી પણ અહિંસા પાળે છે તે ઉપસર્ગાદિ પીડા ઉપસ્થિત થતાં તેજસ્વી સમાન જણાય છે. તે દુખેથી તિરસ્કૃત થતા નથી. જે સમસ્ત અહિંસામાં અધીશ્વર હેય છે, અર્થાત્ પૂર્ણ અહિંસાનું પાલન કરે છે તે સમસ્ત દુખને દૂર કરે છે.
૨, સત્ય મહાવ્રત હે સાધક! કામધેનુ ગાય સમાન સમસ્ત મનેરને પૂર્ણ કરનાર સત્યવાણુને અસત્યવાણુરૂપ વાઘની સન્મુખ ન કર. મિથ્યા વાદને ત્યાગ કર. એવું થોડું અસત્ય પણ વસુરાજાને અનર્થ તથા નરકનું કારણ થઈ પડ્યું હતું. માટે સત્યવ્રતનું પાલન કર.
૩. અચૌર્ય મહાવ્રત સમાધિમરણની ઇચ્છાવાળા સાધક ! પરધનહરણ તે દૂર રહે પણ અગ્નિ સમાન સંતાપ આપનાર પરધન ગ્રહવાની ઈચ્છાને ત્યાગી દે. - પરદ્રવ્યનું હરણ તે તેને પ્રાણનું હરણ કરવા બરાબર છે. પરના પ્રાણનું હરણ કરવાની ઈચ્છા એ આત્માની જ હિંસા છે. પરઘાતની ઈચ્છા એ જ હિંસા છે. ભાવહિંસા થતાં જે દ્રવ્યહિંસા થાય છે, તે અનંત સંસારનાં દુરંત દુઃખાને દેવાવાળી છે. માટે ચરીને સર્વથા છેડી અચૌર્યવ્રતમાં લીન થા.
૪. બ્રહ્મચર્ય મહાવ્રત હે આરાધક ! પૂર્વકાલમાં રુદ્ર આદિ અનેક મુનિ એવા થઈ ગયા કે જે બ્રહ્મચર્યથી ખલિત થઈને અથવા અતિચાર